પાપોન, ગૌરવ ગોગોઈએ, ઝુબિન ગર્ગના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી
ગુવાહાટી, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગના નિધનથી સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઝુબિનના મિત્ર અને ભાઈ જેવા ગાયક અંગારાગ (પાપોન) મહંતે, ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની સંવેદના વ્યક્ત કરી. કોંગ
પાપોન, ગૌરવ ગોગોઈએ, ઝુબિન ગર્ગના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી


ગુવાહાટી, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર

(હિ.સ.) પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગના નિધનથી સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ

છે. ઝુબિનના મિત્ર અને ભાઈ જેવા ગાયક અંગારાગ (પાપોન) મહંતે, ફેસબુક પોસ્ટ દ્વારા

પોતાની સંવેદના વ્યક્ત કરી. કોંગ્રેસના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ

ગોગોઈએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી.

પાપોને ફેસબુક પર લખ્યું, આ એકદમ આઘાતજનક છે. એક પેઢીનો અવાજ. ખૂબ જલ્દી

ગયો. મારા માટે શબ્દો ખોવાઈ ગયા છે. એક મિત્ર ગુમાવ્યો. એક ભાઈ ગુમાવ્યો. એક મોટો

ખાલીપો. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

ચાહકોએ પણ પાપોનના ભાવનાત્મક સંદેશને અનુસરીને ઝુબિન ગર્ગને

શ્રદ્ધાંજલિ આપી.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, આસામના લોકોના

હૃદયના પ્રિય માણસ ઝુબિન ગર્ગના અકાળ અવસાનના અવિશ્વસનીય સમાચાર સાંભળીને મને ખૂબ

દુઃખ થયું છે.

ગૌરવ ગોગોઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, જીવનની દરેક ક્ષણ

માટે શબ્દો અને સૂર બનાવનારા મહાન સંગીતકાર અને આસામના લોકોના હૃદયમાં પ્રિય

વ્યક્તિત્વ ધરાવતા ઝુબિન ગર્ગના અકાળ અવસાનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું

છે. તેમનું અકાળ અવસાન ફક્ત આસામના સંગીત જગત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય

સંગીત ઉદ્યોગ માટે એક અપૂર્ણ નુકસાન છે.

તેમણે કહ્યું કે,” સિંગાપોરમાં ચોથા ઉત્તરપૂર્વ ભારત

મહોત્સવમાં ભાગ લેવા ગયેલા ઝુબિન ગર્ગનું, સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં અકાળ અવસાન

થયું. હું તેમના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ભગવાન તેમના

શોકગ્રસ્ત પરિવાર અને આસામના તમામ લોકોને આ અપૂર્ણ નુકસાન સહન કરવાની શક્તિ આપે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande