વાહનોના ભાવમાં ઘટાડાને કારણે, જીએસટી સુધારાના પહેલા દિવસે વેચાણે બધા રેકોર્ડ તોડી નાખ્યા: સંબિત પાત્રા
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જણાવ્યું હતું કે, દવાઓ અને વાહનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડાને કારણે, જીએસટી સુધારાના પહેલા જ દિવસે વેચાણે રેકોર્ડ તોડી નાખ્યા છે. જીએસટીસુધારાથી સામાન્ય લોકોને દવાઓ
કાર


નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જણાવ્યું

હતું કે, દવાઓ અને વાહનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડાને કારણે, જીએસટી સુધારાના પહેલા

જ દિવસે વેચાણે રેકોર્ડ તોડી નાખ્યા છે. જીએસટીસુધારાથી સામાન્ય

લોકોને દવાઓથી લઈને વાહનો સુધીની દરેક વસ્તુ પર નોંધપાત્ર રાહત મળી છે. બ્લડ

પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ ખરીદતા લોકોએ 300 થી 500 રૂપિયાની બચત જોઈ છે. કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતા

દર્દીઓને પણ દવાના ભાવમાં ઘટાડાથી, રાહતનો અનુભવ થયો છે.

ભાજપે જણાવ્યું હતું કે,” લગભગ તમામ ક્ષેત્રોમાં દવા અને

વીમા દરમાં ઘટાડો થયો છે.”

મંગળવારે ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં

સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે,”

નવરાત્રિ અને દુર્ગા પૂજાને કારણે દેશમાં ઉત્સવનો માહોલ પહેલાથી જ ઊંચો છે, પરંતુ જીએસટીઘટાડાને કારણે

હવે ઉત્સવનો માહોલ અનેકગણો વધી ગયો છે. જીએસટી સુધારાથી દરેક ક્ષેત્રમાં લોકોને

રાહત મળી છે.”

ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ રેકોર્ડ વેચાણ નોંધાયું છે. મારુતિ

સુઝુકીએ તેનો 35 વર્ષનો રેકોર્ડ

તોડ્યો, જ્યારે

હ્યુન્ડાઇએ તેનો પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો. સુધારાના પહેલા દિવસે, 80,000 થી વધુ પૂછપરછ

મળી હતી, અને ગ્રાહકોને 25,000 થી વધુ મારુતિ

કાર ડિલિવરી કરવામાં આવી હતી. ડિલિવરી પૂર્ણ થાય તેની ખાતરી કરવા માટે ડીલરશીપ

મધ્યરાત્રિ સુધી ખુલ્લી રહી હતી. કાર ડિલિવરી ટૂંક સમયમાં 30,000 સુધી પહોંચવાની

અપેક્ષા છે. ફક્ત પહેલા દિવસે જ 75,000 બુકિંગ નોંધાયા હતા. મારુતિ કારનો સ્ટોક ઘણા પ્રકારોમાં

ખતમ થવાની ધારણા છે. ગ્રાહકોએ મહિન્દ્રા સહિત અન્ય કંપનીઓની કાર માટે પણ, અસાધારણ

ઉત્સાહ જોયો.

ભાજપના પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે,”

જ્યારે ભાજપ અને એનડીએ મંત્રીઓ ગઈકાલે બજારોમાં દુકાનદારો અને ગ્રાહકોને મળ્યા હતા, ત્યારે તેમને

ભારે હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. કારના વેચાણમાં વધારો અભૂતપૂર્વ છે. મારુતિ

સુઝુકીએ તેનો 35 વર્ષનો રેકોર્ડ

તોડ્યો, અને હ્યુન્ડાઇએ

તેનો પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો. જીએસટીસુધારાઓને કારણે નવરાત્રિનું લોન્ચિંગ શાનદાર

રહ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande