ઇમ્ફાલ, નવી દિલ્હી,27 સપ્ટેમ્બર
(હિ.સ.) શ્રેણીબદ્ધ સંકલિત કાર્યવાહીમાં, મણિપુરમાં સુરક્ષા દળોએ 25 અને 26 સપ્ટેમ્બરના રોજ વિવિધ પ્રતિબંધિત સંગઠનોના ત્રણ સક્રિય
કાર્યકરોની ધરપકડ કરી. આ ધરપકડોથી આતંકવાદીઓની ખંડણી, ગુપ્ત માહિતી
એકત્રિત કરવા અને આતંકવાદી નેટવર્ક્સ સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પર કાબુ મેળવ્યો છે.
મણિપુર પોલીસે શનિવારે જણાવ્યું હતું કે,” પ્રતિબંધિત આરપીએફ/પીએલએ સંગઠનના
સક્રિય કાર્યકરો, જેની ઓળખ
ખાંગેમ્બમ થોઇબા સિંહ ઉર્ફે થોઇ (48), જે બિષ્ણુપુર જિલ્લાના કુમ્બી સેતુપુર વોર્ડ નંબર 2 ના રહેવાસી છે, તેને બિષ્ણુપુર
પોલીસ સ્ટેશન હેઠળના તેરા ઉરક ચેકપોઇન્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા
મળ્યું છે કે, તે બિષ્ણુપુર જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓની હિલચાલ અંગે માહિતી
એકત્રિત કરવામાં અને પહોંચાડવામાં સામેલ હતો. તેની પાસેથી સિમ કાર્ડ સાથેનો મોબાઇલ
ફોન મળી આવ્યો હતો.
એક અલગ કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના મોંગસાંગેઈ અવંગ
લીકાઈના રહેવાસી અને સક્રિય કેવાયકેએલ કેડર કોન્થોઉજામ ઓપેન્દ્રો સિંહ (52) ને ઇમ્ફાલ
પૂર્વના લામલાઈ પોલીસ સ્ટેશન હેઠળના સાવોમબંગ કોમ્યુનિટી હોલમાંથી ધરપકડ કરી. તે
મણિપુર યુનિવર્સિટી, ઉદ્યોગ વિભાગ અને
અનેક શાળાઓ સહિત સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટ કામોમાંથી પૈસા
ઉઘરાવવામાં કથિત રીતે સંડોવાયેલ હતો.
આવી જ એક ઘટનામાં, સુરક્ષા દળોએ ઇમ્ફાલ પૂર્વના લામલાઈ પોલીસ સ્ટેશન હેઠળના
સોઓમ્બાંગ બજારમાંથી સક્રિય કેસીપી (પીડબ્લ્યુજી) કેડર નિંગથોખોંગજમ રોબીચંદ મેતેઈ ઉર્ફે ચિંગશાંગલકપા ઉર્ફે
ગોરોબા (25) ની ધરપકડ કરી.
તેની પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ