અદાણી પાવરે ડ્રુક ગ્રીન સાથે 570 મેગાવોટના હાઇડ્રોપાવર માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, 6,000 કરોડ રૂપિયાનું રોકાણ
નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે, ભૂટાનની સરકારી કંપની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન (ડીજીપીસી) સાથે 570 મેગાવોટના વાંગચુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં લગભગ 6,000 કરોડ રૂપિયાનું
ભૂટાનના વડા પ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની હાજરીમાં કરાર


નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે, ભૂટાનની સરકારી કંપની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન (ડીજીપીસી) સાથે 570 મેગાવોટના વાંગચુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં લગભગ 6,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે.

અદાણી પાવરે શનિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ભૂટાનની સરકારી કંપની ડ્રુક ગ્રીન પાવર સાથે 570 મેગાવોટનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભૂટાનના વડા પ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની હાજરીમાં, વીજ ખરીદી અને કન્સેશન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કંપનીએ જણાવ્યું હતું કે, કરાર અનુસાર, અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર કોર્પ લિમિટેડ (ડીજીપીસી) પીકિંગ રન-ઓફ-રિવર વાંગછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને બુટ (બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર) મોડેલ પર બનાવશે. આ સંદર્ભમાં વીજ ખરીદી કરાર અને કન્સેશન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

અદાણી પાવરના જણાવ્યા અનુસાર, આ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને બાંધકામ કાર્ય 2026 ના પહેલા છ મહિનામાં શરૂ થવાની ધારણા છે. શિલાન્યાસના પાંચ વર્ષમાં તે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વાંગચુ પ્રોજેક્ટમાં પાવર પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવામાં લગભગ 6,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande