આવતા મહિનાઓમાં બોલીવૂડમાં ઘણી મોટી અને આતુરતાથી રાહ જોવાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં આવેલી ફિલ્મ છે ‘બોર્ડર 2’. આ ફિલ્મ માત્ર દર્શકો માટે જ નહીં, પરંતુ દેશભક્તિ આધારિત ફિલ્મો પસંદ કરનાર સિનેપ્રેમીઓ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે. વર્ષો પહેલાં આવેલી જે.પી. દત્તાની ‘બોર્ડર’એ ભારતીય સિનેમામાં દેશભક્તિ ફિલ્મોનો એક નવો અધ્યાય લખ્યો હતો. હવે એ જ વારસાને આગળ વધારતાં ‘બોર્ડર 2’ બની રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પહેલેથી જ નક્કી થઈ ગયું હતું કે તેમાં સની દેઓલ, વર્ણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેખાશે.
હવે ફિલ્મને લઈને વધુ એક મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મમાં જાણીતી પંજાબી અભિનેત્રી સોનમ બાજપાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. સોનમને ફિલ્મમાં સાઇન કરવામાં આવી છે અને તેઓ તેમાં દિલજીત દોસાંઝની પ્રેમિકા તરીકે નજર આવશે. એટલે કે, આ ફિલ્મમાં દર્શકોને દિલજીત અને સોનમની ઑન-સ્ક્રીન રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળશે. દિલજીતની હિરોઈનની શોધ છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી હતી અને હવે જઈને એ શોધ પૂર્ણ થઈ છે. સોનમ બાજપાનું નામ પંજાબી અને હિન્દી ફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં શામેલ છે. તેમણે પોતાના કારકિર્દીમાં અનેક સુપરહિટ પંજાબી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમના લાખો-કરોડો ચાહકો છે. તેમની હાજરીથી ‘બોર્ડર 2’માં એક નવો આકર્ષણ ઉમેરાયો છે. તે જ સમયે, ફિલ્મમાં વર્ણ ધવનની જોડી અભિનેત્રી મેધા રાણા સાથે બનાવી છે. બંને વચ્ચેની તાજગીભરી કેમિસ્ટ્રી પણ દર્શકો માટે એક નવો અનુભવ રહેશે.
‘બોર્ડર 2’નું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર અનુરાગ સિંહ કરી રહ્યા છે, જેમણે અગાઉ પણ ઘણી ઉત્તમ ફિલ્મો બનાવી છે. દેશભક્તિ અને ઍક્શન ડ્રામાને સાથે જોડીને રજૂ કરવાની તેમની શૈલી હંમેશા દર્શકોને પ્રભાવિત કરતી આવી છે. આશા છે કે ‘બોર્ડર 2’ પણ તેમના કારકિર્દીની એક મોટી સિદ્ધિ સાબિત થશે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ પણ નક્કી કરી દીધી છે. આ ફિલ્મ આવતા વર્ષે ગણતંત્ર દિવસના ખાસ અવસરે એટલે કે 22 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝની આ તારીખ પણ અત્યંત ખાસ છે, કારણ કે દેશભક્તિ આધારિત ફિલ્મ માટે આથી વધુ ઉત્તમ દિવસ બીજો કયો હોઈ શકે?
હિન્દુસ્થાન સમાચાર/ લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ