સાબરમતીમાં પતંગ મહોત્સવ: જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ એ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હનુમાન પતંગ ઉડાડ્યો
અમદાવાદ, નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે સાબરમતી આશ્રમ ખાતે બે દિવસીય ભારત મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ નું સ્વાગત કર્યું. બંને નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને તેમના જીવન અ
અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ


અમદાવાદ, નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે સાબરમતી આશ્રમ ખાતે બે દિવસીય ભારત મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ નું સ્વાગત કર્યું. બંને નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને તેમના જીવન અને આદર્શોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ, સાબરમતી રિવરફ્રન્ટ ગયા, જ્યાં તેઓએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 માં ભાગ લીધો.

આ પ્રસંગે, બંને નેતાઓએ પરંપરાગત શૈલીમાં પતંગ ઉડાડીને ઉત્સવનો આનંદ માણ્યો. ઉત્સવ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર મર્જ એ, ભગવાન હનુમાનને દર્શાવતી અને ઓપરેશન સિંદૂર લખેલી પતંગો ઉડાડી.

ઉલ્લેખનીય છે કે, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ ની આ મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, સંરક્ષણ અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-જર્મની સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ યોજાવાની છે, જે દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande