
નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે, સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને કાર્ય વિકસિત ભારતના સંકલ્પને સતત નવી ઉર્જા પ્રદાન કરે છે.
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રીએ દેશવાસીઓને, ખાસ કરીને યુવાનોને નવી શક્તિ અને આત્મવિશ્વાસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, આ દિવ્ય પ્રસંગ યુવાનોના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર સ્વામી વિવેકાનંદને ભારતીય યુવાનો માટે પ્રેરણાના શક્તિશાળી સ્ત્રોત તરીકે વર્ણવ્યા અને કહ્યું કે, તેમના વિચારો અને કાર્યો રાષ્ટ્ર નિર્માણ તરફના માર્ગને માર્ગદર્શન આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ