
ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને એક અગત્યની મીટિંગ ધામરેજ મુકામે રાખવામા આવી હતી. ઘણા સમય થી ધામરેજ ખારવા સમાજ અને ધામરેજ ઘોઘલીયા ખારવા સમાજ વચ્ચે મનદુઃખ હતુ તે બન્ને સમાજ વચ્ચે સુખદાયક સમાધાન કરાવેલ સાથે ધામરેજ બંદર મા જે પ્રોજેક્ટ ચાલે છે જેના થી ત્યાંના માછીમારોને નુકસાની થશે તે વિષયની પણ જાણકારી બન્ને સમાજને આપી હતી. આ મિટિંગમા ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ ગોપાલભાઈ ફોફંડી મંત્રી નારણભાઈ બાડીયા, વેરાવળ હોડી એસોસીએશનના પ્રમુખ હિરાભાઈ વધાવી, ખારવા સમાજના આગેવાન મોહનભાઈ આજણી, સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજના પટેલ તથા આગેવાનો, મુળદવરકા ઘોઘલીયા ખારવા સમાજના પટેલ તથા આગેવાનો હાજર રહેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ