
ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથમાં ૨૬મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી તાલાલા ખાતે થશે. જેના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન અંગે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલાલા ખાતે વિવિધ વિભાગના ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ૨૬મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કલેક્ટરએ વીજ પુરવઠો, વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફાયર ફાઈટર વગેરે જેવી સુવિધાઓને અનુલક્ષી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
કલેક્ટરએ સુચારૂ રીતે આ કાર્યક્રમ યોજાય તે અંગે કાર્યક્રમના આયોજન બાબતે સંબંધિત વિભાગોને મહત્વના મુદ્દે માર્ગદર્શિત કર્યા હતાં. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકયોગેશ જોશી સહિત શિક્ષણ, પોલીસ, આરોગ્ય, રમતગમત, પી.જી.વી.સી.એલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ