યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયાએ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટમાં મોટો હિસ્સો મેળવ્યો
નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ (યુએમજી)નો ભાગ, યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા (યુએમઆઈ) એ, ભારતની અગ્રણી ફિલ્મ અને ડિજિટલ કન્ટેન્ટ કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કર
ફિલ્મ


નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ (યુએમજી)નો ભાગ, યુનિવર્સલ

મ્યુઝિક ઇન્ડિયા (યુએમઆઈ)

એ, ભારતની અગ્રણી

ફિલ્મ અને ડિજિટલ કન્ટેન્ટ કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે વ્યૂહાત્મક

ભાગીદારીની જાહેરાત કરી છે. આ કરાર મુજબ એક્સેલનું મૂલ્ય આશરે ₹2,400 કરોડ છે, જેમાં યુએમઆઈ 30% હિસ્સો હસ્તગત

કરશે. આ સોદો એક્સેલના વિસ્તરણને વેગ આપશે અને ભારતમાં યુએમઆઈની હાજરીને મજબૂત

બનાવશે.

આ કરાર હેઠળ, યુએમજીને એક્સેલની માલિકીના અથવા નિયંત્રિત તમામ ભાવિ

પ્રોજેક્ટ્સ માટે મૂળ સાઉન્ડટ્રેક માટે વૈશ્વિક વિતરણ અધિકારો પ્રાપ્ત થશે. એક

નવું એક્સેલ મ્યુઝિક લેબલ લોન્ચ કરવામાં આવશે.જે યુનિવર્સલ

મ્યુઝિક ગ્રુપ દ્વારા વિશ્વભરમાં વિતરિત કરવામાં આવશે. યુનિવર્સલ મ્યુઝિક

પબ્લિશિંગ ગ્રુપ એક્સેલનું વિશિષ્ટ સંગીત પ્રકાશન ભાગીદાર હશે, જે યુએમજીના કલાકારો અને

તેમની રચનાઓને એક્સેલની આગામી ફિલ્મો અને શ્રેણીમાં સમાવવા માટે, નવી તકો પૂરી

પાડશે. આ ભાગીદારીના ભાગ રૂપે, દેવરાજ સાન્યાલ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બોર્ડ ઓફ

ડિરેક્ટર્સમાં પણ જોડાશે.જ્યારે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર કંપનીના સર્જનાત્મક

દિશા અને સામગ્રી અંગેના નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.

રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે, આ ભાગીદારીને ભારતીય

સામગ્રીને વૈશ્વિક સ્તરે લાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. એક્સેલના સીઈઓ

વિશાલ રામચંદાનીએ જણાવ્યું કે, આ સહયોગ એક્સેલને વૈશ્વિક સર્જનાત્મક

સ્ટુડિયો તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. યુએમજીના એએમઈએના સીઈઓ એડમ

ગ્રેનાઈટે ભારતને ઝડપથી વિકસતું અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સંગીત બજાર

ગણાવ્યું અને કહ્યું કે,” એક્સેલ સાથેનું આ રોકાણ બંને કંપનીઓને લાંબા ગાળાના

ફાયદા લાવશે.”

1999માં સ્થપાયેલ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટે 4૦ થી વધુ ફિલ્મો અને મૂળ

શ્રેણીઓનું નિર્માણ કર્યું છે અને 6૦ થી વધુ ઉદ્યોગ પુરસ્કારો જીત્યા છે. એક્સેલએ 'દિલ ચાહતા હૈ' થી લઈને 'ગલી બોય', 'ડોન' શ્રેણી, 'ફુકરે', 'મિર્ઝાપુર', 'મેડ ઇન હેવન' અને 'દહાડ' સુધીની, સફળ

ફિલ્મો અને શો દ્વારા ભારતીય મનોરંજન ઉદ્યોગમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. આ નવા

સોદા સાથે, એક્સેલ અને

યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપની ભાગીદારીને વૈશ્વિક સ્તરે ભારતીય સંગીત અને સિનેમાને

નવી ઊંચાઈઓ પર લઈ જવા તરફ એક મુખ્ય પગલું તરીકે જોવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande