
નવી દિલ્હી, 07 જાન્યુઆરી
(હિ.સ.) દિલ્હીના કેબિનેટ મંત્રીઓએ દિલ્હી વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને,
વિપક્ષના નેતા આતિશીનું સભ્યપદ રદ કરવા અને ફોજદારી કેસ દાખલ કરવાની માંગ કરી છે.
આ માહિતી કેબિનેટ મંત્રીઓ પરવેશ સાહિબ સિંહ અને મનજિંદર
સિંહ સિરસાએ આજે દિલ્હી વિધાનસભા પરિસરમાં પત્રકારોને સંબોધન કરતા આપી હતી.
મંત્રીઓએ જણાવ્યું હતું કે,” તિહાડ જેલ એ કોઈપણ વ્યક્તિ
માટે યોગ્ય સ્થાન છે, જે શીખ ગુરુઓનું અપમાન કરે છે.”
ભાજપના ધારાસભ્યોએ આજે,
દિલ્હી વિધાનસભાની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ