મોદી-નેતન્યાહુએ આતંકવાદ સામે, વ્યૂહાત્મક ભાગીદારી અને એક સામાન્ય મોરચાને મજબૂત બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો
નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે, ભારત અને ઇઝરાયલે આતંકવાદ સામે સાથે મળીને લડવાની અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વડા
કરાર


નવી દિલ્હી, 07 જાન્યુઆરી

(હિ.સ.) પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે, ભારત અને ઇઝરાયલે

આતંકવાદ સામે સાથે મળીને લડવાની અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત

બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે ટેલિફોન પર વાતચીત કરી.

વડાપ્રધાન કાર્યાલયના અનુસાર,”વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન

નેતન્યાહૂનો ફોન આવ્યો. બંને નેતાઓએ નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું

અને ભારત અને ઇઝરાયલના લોકો માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરી.”

વાતચીત દરમિયાન, બંને વડાપ્રધાનોએ 2026 માં ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા

માટે સહિયારી પ્રાથમિકતાઓ ઓળખી. તેઓ લોકશાહી મૂલ્યો, ઊંડા પરસ્પર વિશ્વાસ અને ભવિષ્યલક્ષી

દ્રષ્ટિકોણ પર આધારિત દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા સંમત થયા.

બંને નેતાઓએ આતંકવાદ પ્રત્યે તેના તમામ સ્વરૂપો અને

અભિવ્યક્તિઓ પ્રત્યે તેમની શૂન્ય-સહિષ્ણુતા નીતિનો પુનરોચ્ચાર કર્યો અને આ વૈશ્વિક

ખતરા સામે સંયુક્ત રીતે લડવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

વડાપ્રધાન નેતન્યાહૂએ, ગાઝા શાંતિ યોજનાના અમલીકરણ વિશે

પ્રધાનમંત્રી મોદીને માહિતી આપી. પ્રધાનમંત્રી મોદીએ, પ્રદેશમાં ન્યાયી અને કાયમી

શાંતિ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી. બંને નેતાઓએ

પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. વર્તમાન

પ્રાદેશિક પરિસ્થિતિ, ઉર્જા સુરક્ષા

અને પ્રદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી પર ભારતનું નજીકથી નજર રાખવાની પણ

નોંધ લેવામાં આવી. બંને નેતાઓ ભવિષ્યમાં સંપર્કમાં રહેવા સંમત થયા.

ત્યારબાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને

કહ્યું, મારા મિત્ર

પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી અને તેમને અને ઇઝરાયલના લોકોને નવા

વર્ષની શુભેચ્છા પાઠવી. અમે આગામી વર્ષમાં ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ

મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. અમે પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરી અને

આતંકવાદ સામેના અમારા સહિયારા સંકલ્પને મજબૂત બનાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande