
ચંડીગઢ, નવી દિલ્હી, 07 જાન્યુઆરી
(હિ.સ.) પંજાબ પોલીસે લુધિયાણામાં સરકારી કચેરીઓની રેકી કરતા, ખાલિસ્તાન કમાન્ડો
ફોર્સના બે સભ્યોની ધરપકડ કરી છે. તેઓ સરકારી કચેરી પર મોટા હુમલાની યોજના બનાવી
રહ્યા હતા.
ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારી કચેરીઓ પર હુમલાની માહિતી મળ્યા
બાદ સક્રિય સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે બુધવારે જણાવ્યું હતું કે,”ગુપ્ત માહિતીના
આધારે, રાજ્યની સ્પેશિયલ
ઓપરેશન્સ સેલે, કાઉન્ટર
ઇન્ટેલિજન્સ લુધિયાણા સાથે મળીને, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના બે સભ્યોની ધરપકડ કરી હતી. આ
બંને, વિદેશી હેન્ડલરોના નિર્દેશો હેઠળ ટાર્ગેટ કિલિંગનું આયોજન કરી રહ્યા હતા.
તેમના કબજામાંથી 9એમએમની પિસ્તોલ અને પાંચ
જીવતા કારતૂસ મળી આવ્યા છે.”
ડીજીપીએ જણાવ્યું હતું કે,” ધરપકડ કરાયેલા આરોપીઓ, યુકે અને
જર્મનીમાં સ્થિત હેન્ડલરોના સંપર્કમાં હતા, જે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ સાથે સંકળાયેલા છે. તેમની
સૂચનાઓ પર, બંને આરોપીઓએ,
લુધિયાણામાં સરકારી અને મુખ્ય કચેરીઓની રેકી કરવાનું કાવતરું ઘડ્યું હતું.”
ડીજીપીએ જણાવ્યું હતું કે,” બંને આરોપીઓને ચોક્કસ વ્યક્તિઓ
વિશે માહિતી એકઠી કરવાનું અને જમીન સ્તર પર કામ કરવાનું સોંપવામાં આવ્યું હતું.
તેઓચોક્કસ વ્યક્તિઓ
વિશે, માહિતી એકઠી કરી રહ્યા હતા અને જમીની સ્તર પર કામ કરી રહ્યા હતા, અને તે
તેમના બોસને આપી રહ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ