ભારતીય અભિનેતા સંજય દત્ત, નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા
કાઠમંડુ, નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.): ભારતીય અભિનેતા સંજય દત્ત, ગુરુવારે મોડી સાંજે એક ખાસ ફ્લાઇટમાં નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને નેપાળી ફિલ્મ હસ્તીઓ હાજર હ
અભિનેતા સંજય દત્ત, નેપાળ પહોંચ્યા


કાઠમંડુ, નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.): ભારતીય અભિનેતા સંજય દત્ત, ગુરુવારે મોડી સાંજે એક ખાસ ફ્લાઇટમાં નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને નેપાળી ફિલ્મ હસ્તીઓ હાજર હતી.

સંજય દત્ત ખૂબ જ અપેક્ષિત હિન્દી-નેપાળી ફિલ્મ પ્રોજેક્ટ અને એક ખાનગી વ્યવસાયિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કાઠમંડુમાં છે. તેઓ શુક્રવારે કાઠમંડુમાં દરબાર રોડ પર ફાઇવ સ્ટાર હોટેલ બારાહી ખાતે નવા બનેલા બાદશાહ કેસિનોનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની ટીમે જણાવ્યું કે, તેઓ બે દિવસ રોકાશે.

એરપોર્ટ પર મીડિયા સાથેની ટૂંકી વાતચીતમાં સંજય દત્તે કહ્યું કે,, જ્યારે તેઓ નેપાળ આવે છે ત્યારે તેઓ હંમેશા એક ખાસ આનંદ અનુભવે છે. નેપાળી દર્શકોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, તેમનું નેપાળ સાથે ભાવનાત્મક જોડાણ છે અને તેઓ ભવિષ્યમાં નેપાળી ફિલ્મ ઉદ્યોગ સાથે કામ કરવા માંગે છે. ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે, સંજય દત્તની મુલાકાત નેપાળ અને ભારતના ફિલ્મ ઉદ્યોગો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande