
વોશિંગ્ટન, નવી દિલ્હી,04 માર્ચ (હિ.સ.)
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે, પહેલીવાર
જાહેરમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા, ઈરાન સાથેના યુદ્ધ અને વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિ વિશે
ખુલ્લેઆમ વાત કરી. તેઓ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ
સાથે હાજર હતા, જ્યાં બંને નેતાઓ
વચ્ચે બંધ બારણે થયેલી બેઠક પહેલા વાતચીત થઈ હતી.
ટ્રમ્પે એ સૂચનને નકારી કાઢ્યું કે,” ઈરાન પર હુમલો કરવાની
ઈઝરાયલની યોજનાઓએ શનિવારે તેમની લશ્કરી કાર્યવાહીને પ્રેરિત કરી હતી.” તેમણે
કહ્યું કે,” તેમણે ઈઝરાયલને કાર્યવાહી કરવા દબાણ કર્યું હશે. ટ્રમ્પે
દાવો કર્યો હતો કે,” અમેરિકી લશ્કરી કાર્યવાહી બાદ ઈરાનની નૌકાદળ, હવાઈ અને રડાર
ક્ષમતાઓ લગભગ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગઈ છે.”
રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે,” હુમલાઓ પહેલાં મધ્ય પૂર્વમાં
અમેરિકનોને ખાલી કરાવવાની કોઈ યોજના નહોતી.” તેમણે દલીલ કરી હતી કે,” લશ્કરી
કાર્યવાહી એટલી ઝડપથી આગળ વધી હતી કે, અગાઉથી સ્થળાંતરની વ્યવસ્થા કરવી અશક્ય હતી.”
તેમણે એમ પણ કહ્યું કે,” ઈરાન દ્વારા પડોશી દેશોને નિશાન બનાવવાનો બદલો અણધાર્યો
હતો.”
ટ્રમ્પે બ્રિટનની ટીકા કરી, તેને ખૂબ જ અસહયોગી ગણાવ્યું અને
ચાગોસ ટાપુઓ પર સાર્વભૌમત્વ સોંપવાના નિર્ણય સાથે, પોતાનો અસંમતિનો પુનરોચ્ચાર
કર્યો. તેમણે એવો પણ સંકેત આપ્યો કે, સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવા માટે કટોકટીની
જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં ઈરાન સામે, કાર્યવાહીને વાજબી
ઠેરવવા માટે 1979માં ઈરાનમાં બંધક કટોકટી અને 1983માં બેરૂતમાં અમેરિકી મરીન બેરેક
પર હુમલો, જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,” ઈરાન દાયકાઓથી
આતંકવાદને પ્રોત્સાહન આપનાર રહ્યું છે અને કોઈએ કાર્યવાહી કરવી
જ પડશે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે,” તેઓ આ સમયે ઈરાનમાં વિરોધ
પ્રદર્શનો જોવા માંગતા નથી. કારણ કે, ત્યાંની પરિસ્થિતિ અત્યંત ખતરનાક છે
અને સતત બોમ્બમારો થઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે,” જો પાછલા
નેતૃત્વ જેવું કોઈ સત્તામાં આવે તો ઈરાન માટે સૌથી ખરાબ પરિસ્થિતિ હશે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ