ભાવનગર મંડળમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો રાજભાષા માસ-2026, સમાપન સમારોહમાં વિજેતાઓ તથા સહભાગીઓને કરાયા પુરસ્કૃત
ભાવનગર 1 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહનના ઉદ્દેશ્યથી તા. 01 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રાજભાષા માસ-2026નું આયોજન ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ દરમિય
ભાવનગર મંડળમાં ઉત્સાહપૂર્વક


ભાવનગર 1 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહનના ઉદ્દેશ્યથી તા. 01 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રાજભાષા માસ-2026નું આયોજન ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંડળ કચેરી સહિત વિવિધ સ્ટેશનો પર હિન્દી દિવસ તેમજ હિન્દી સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળ કચેરી ખાતે રાજભાષા માસ અંતર્ગત અધિકારીઓ માટે 2 તથા કર્મચારીઓ માટે 4 હિન્દી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તથા કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત વિભાગવાર રાજભાષા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના વિવિધ વિભાગો દ્વારા પોતાના વિભાગોમાં હિન્દીમાં કરવામાં આવી રહેલા કાર્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ કચેરી ઉપરાંત સ્ટેશન રાજભાષા અમલીકરણ સમિતિઓ—ભાવનગર ટર્મિનસ, ભાવનગર પરા, ધોળા, બોટાદ, જેતલસર, જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર તથા હિન્દી પુસ્તકાલય, મહુવા અને ધોળકા દ્વારા પણ હિન્દી દિવસ નિમિત્તે વિવિધ હિન્દી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોના પરિણામે સમગ્ર ભાવનગર મંડળમાં રાજભાષા હિન્દી પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિનું વાતાવરણ જોવા મળ્યું હતું.

તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ મંડળ કચેરી ખાતે રાજભાષા માસ-2026ના સમાપન તથા પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન વિવિધ હિન્દી સ્પર્ધાઓના વિજેતા અધિકારીઓ તથા કર્મચારીઓ, વિવિધ પ્રોત્સાહન યોજનાઓમાં ભાગ લઈને પુરસ્કાર પ્રાપ્ત કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ આયોજનમાં સહયોગ આપનાર કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અપર મુખ્ય રાજભાષા અધિકારી તથા અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માએ આ વર્ષે મહાપ્રબંધક પુરસ્કાર પ્રાપ્ત થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર માટે આ જ રીતે સતત યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસોથી ભાવનગર મંડળમાં રાજભાષા હિન્દીના કાર્યોને વધુ ગતિ આપી શકાય છે.

સમારોહની અધ્યક્ષતા કરતા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના વૈધાનિક દાયિત્વોનું નિર્વહન કરતાં વધુમાં વધુ કાર્ય હિન્દીમાં કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મંડળના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર અને અસરકારક અમલીકરણમાં સતત પોતાનું યોગદાન આપતા રહેશે.

રાજભાષા માસ-2026નું સફળ આયોજન અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માના માર્ગદર્શન હેઠળ રાજભાષા વિભાગના વરિષ્ઠ અનુવાદક પરેશ બી. મજીઠિયા, વરિષ્ઠ અનુવાદક સંજીવ કુમાર ઝા, નરપત સિંહ, કનિષ્ઠ અનુવાદક તથા કાર્યાલય અધિક્ષક બી. એન. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન વરિષ્ઠ અનુવાદક પરેશ બી. મજીઠિયાએ કર્યું હતું તથા આભારવિધિ અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માએ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande