પ્રકૃતિપ્રેમ અને જીવદયાની સેવાની નોંધ લેવાઈ! દેશલપરના જગદીશભાઈ દવેને મળશે ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ’
- પાંચ વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત જગદીશભાઈ દવેનું ખેડબ્રહ્મા–અંબાજી ખાતે થશે સન્માન; વૃક્ષસંવર્ધન, પક્ષીસેવા અને લોકજાગૃતિના પ્રયાસોને મળશે પ્રોત્સાહન કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના દેશલપર ગામના જગદીશભાઈ દવેને પ્રકૃતિ સંરક્ષણ, જીવદયા
પકૃતિ મિત્ર એવોર્ડ


- પાંચ વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત જગદીશભાઈ દવેનું ખેડબ્રહ્મા–અંબાજી ખાતે થશે સન્માન; વૃક્ષસંવર્ધન, પક્ષીસેવા અને લોકજાગૃતિના પ્રયાસોને મળશે પ્રોત્સાહન

કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના દેશલપર ગામના જગદીશભાઈ દવેને પ્રકૃતિ સંરક્ષણ, જીવદયા અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં કરેલી સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ખેડબ્રહ્મા–અંબાજી ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં તેમને આ સન્માન અર્પણ કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે સતત પ્રયત્નશીલ રહેલા જગદીશભાઈની સેવાભાવનાને આ સન્માનના માધ્યમથી બિરદાવવામાં આવશે.

આજના સમયમાં પર્યાવરણનું જતન અને અબોલ જીવોની સંભાળ અત્યંત મહત્ત્વપૂર્ણ બની છે. ત્યારે જગદીશભાઈ દવે વૃક્ષારોપણની સાથે વૃક્ષોના સંવર્ધન માટે પણ લોકોને પ્રેરિત કરી રહ્યા છે. પક્ષીઓને પીવાનું પાણી અને ચણ મળી રહે તે માટે વ્યવસ્થા કરવી, અબોલ જીવો પ્રત્યે દયાભાવ કેળવવો તથા પ્રકૃતિના સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવવી જેવી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના આ પ્રયાસો પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે.

જગદીશભાઈ દવે છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ અખબારો અને ન્યૂઝ પોર્ટલ્સના માધ્યમથી પણ પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાને લગતી પ્રવૃત્તિઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. ગામના ‘વડીલો ને વંદન’ વોટ્સએપ ગ્રુપ સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ સમાજોપયોગી સંદેશાઓનો પ્રસાર કરી વૃક્ષોનું જતન, પક્ષીઓની સંભાળ અને અબોલ જીવો પ્રત્યે સંવેદનશીલતા કેળવવા લોકોને પ્રોત્સાહિત કરે છે.

પ્રકૃતિ મિત્ર ગ્રુપ, ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અધ્યક્ષસ્થાને રહેશે, જ્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

દેશલપરના જગદીશભાઈ દવેને મળનારું આ સન્માન તેમની સેવાકીય પ્રવૃત્તિઓને નવી દિશા અને પ્રેરણા આપશે. સાથે જ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ, જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ વધારવામાં પણ આ સન્માન પ્રેરક બનશે. વૃક્ષોનું જતન, પક્ષીઓની સંભાળ અને અબોલ જીવો પ્રત્યે કરુણા જેવા કાર્યો દ્વારા પ્રકૃતિ સાથેનું માનવીય જોડાણ વધુ મજબૂત બને તે જ આ સેવાયાત્રાનો મુખ્ય સંદેશ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande