માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અલંગના કામદારો માટે રેડક્રોસ દ્વારા સેમિનાર અને રમતગમતનું આયોજન
ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને કામદારોને માનસિક તણાવમાંથી રાહત મળે તેવા હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા અલંગ ખાતે કામદારો માટે વિશેષ સેમિનાર, કાઉન્સેલિંગ અને વિવિધ મેદાની રમતોનું આયોજન કરવામાં આ
રમત રમી રહેલ કામદારો


ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને કામદારોને માનસિક તણાવમાંથી રાહત મળે તેવા હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા અલંગ ખાતે કામદારો માટે વિશેષ સેમિનાર, કાઉન્સેલિંગ અને વિવિધ મેદાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અલંગ રેડક્રોસ હોસ્પિટલ અને મોબાઇલ ક્લિનિકની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. રોજિંદા કામના વ્યસ્ત સમયપત્રકમાંથી કામદારોને થોડી રાહત મળે તેમજ તેઓ એકબીજા સાથે આનંદની પળો વિતાવી શકે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. રમતગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા કામદારોના ચહેરા પર ખુશી અને સ્મિત જોવા મળ્યાં હતાં.

કાર્યક્રમ દરમિયાન કામદારોને માનસિક તણાવ ઘટાડવા, સકારાત્મક વિચારસરણી વિકસાવવા, માનસિક શાંતિ જાળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પોતાની લાગણીઓને વ્યક્ત કરવી, અન્યની વાત ધ્યાનથી સાંભળવી અને એકબીજાની લાગણીઓને સમજવી એ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ આયોજનમાં રેડક્રોસની મેડિકલ ટીમ અને સ્વયંસેવકો સાથે પ્લોટ ઓનર, સેફ્ટી ઓફિસર તથા મેનેજરોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કામદારોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમના જીવનમાં હકારાત્મકતા વધારવાનો હતો.

રેડક્રોસની ટીમ દ્વારા રમતગમત અને માર્ગદર્શનના માધ્યમથી કામદારોને શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande