નવરાત્રી નિમિત્તે સિહોરમાં પદયાત્રીઓ માટે પ્રાથમિક સારવાર કેમ્પ
ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ભાવિક ભક્તો આધ્યશક્તિ મા આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શનાર્થે રાજપરા (ખો) ખાતે મોટી સંખ્યામાં પદયાત્રા કરીને જઈ રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સુખાકારી અને આરોગ્યની કાળજીને ધ્યાનમાં રાખીને ભ
પદ યાત્રિકો માટે કેમ્પ


ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ભાવિક ભક્તો આધ્યશક્તિ મા આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શનાર્થે રાજપરા (ખો) ખાતે મોટી સંખ્યામાં પદયાત્રા કરીને જઈ રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સુખાકારી અને આરોગ્યની કાળજીને ધ્યાનમાં રાખીને ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોર શહેર ખાતે પ્રાથમિક સારવાર કેમ્પ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ કેમ્પમાં તાલુકા હેલ્થ કચેરી, સિહોર અને યુ.આર.આઈ.એમ. ગુંદાળાની મેડિકલ ટીમ દ્વારા પદયાત્રીઓને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન થાક, નબળાઈ, શરીરમાં પાણીની ઉણપ તેમજ અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતિમાં પદયાત્રીઓને સમયસર પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહીને કામગીરી કરી રહી છે.

નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન માટે નીકળેલા પદયાત્રીઓને રસ્તામાં આરોગ્ય સંબંધિત કોઈ તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ પ્રકારના કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગની આ સેવાકીય કામગીરીથી પદયાત્રીઓને રાહત મળી રહી છે.

આમ, નવરાત્રીના પવિત્ર પર્વમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે માતાજીના દર્શનાર્થે જતા ભાવિકોની આરોગ્ય સુરક્ષા માટે સિહોરની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી સરાહનીય બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande