એઆઈએ અને નોટીફાઇડ દ્વારા, અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં દબાણ હટાવો કામગીરી કરાઈ
4 ટ્રેક્ટર ટ્રેલર જેટલો દબાણ કર્તાઓનો સામાન અડચણ રૂપ હતો તે કબ્જે કરવામાં આવ્યો જાહેર માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને જીઆઈડીસી એસ્ટેટને સ્વચ્છ રાખવા પહેલ 30 દિવસ પહેલા નોટીસ આપી તો પણ સ્વેચ્છાએ ના હટાવતા આખરે દબાણ હટાવો કામગીરી કરાઈ
એઆઈએ અને નોટીફાઇડ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં દબાણ હટાવો કામગીરી કરાઈ


એઆઈએ અને નોટીફાઇડ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં દબાણ હટાવો કામગીરી કરાઈ


એઆઈએ અને નોટીફાઇડ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં દબાણ હટાવો કામગીરી કરાઈ


4 ટ્રેક્ટર ટ્રેલર જેટલો દબાણ કર્તાઓનો સામાન અડચણ રૂપ હતો તે કબ્જે કરવામાં આવ્યો

જાહેર માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને જીઆઈડીસી એસ્ટેટને સ્વચ્છ રાખવા પહેલ

30 દિવસ પહેલા નોટીસ આપી તો પણ સ્વેચ્છાએ ના હટાવતા આખરે દબાણ હટાવો કામગીરી કરાઈ

ભરૂચ 12 ઓક્ટોબર (હિ.સ.)

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટીફાઇડના સંયુક્ત પ્રયાસથી મુખ્ય જાહેર માર્ગો ઉપર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.એઆઈએ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે જે રસ્તા ઉપર સ્ટોલ ,ખાણી પીણી કે કોઈપણ પ્રકારના અડચણ રૂપ દબાણ ઊભા કરી ટ્રાફિકની સમસ્યાને અસર કરતા હોય તેવા લારી કે દુકાન અથવા સ્ટોલ ઊભા કર્યા હોય તેને સંપૂર્ણ વ્યવસ્થા સાથે હટાવવા કામગીરી કરવામાં આવી હતી.આવા ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ હોય તેવા લારી ,હંગામી ગલ્લા,દુકાન ધારકોને ઈએસઆઈસી હોસ્પિટલ સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે.

ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલા મેદાનમાં લાઈટ,પાણી અને કચરા તેમજ પાર્કિગ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આ જાહેરાત છેલ્લા 30 દિવસથી કરવામાં આવી રહી છે . એઆઈએ અને નોટીફાઇડનો હેતુ એટલો જ છે રહેણાંક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય ,ગંદકી કે રોગ ના ફેલાય દરેક લોકોને એકજ સ્થળે દરેક વસ્તુ મળી જાય તેમજ રહેણાંક વિસ્તાર સ્વચ્છ અને સ્વાસ્થ્ય રહે ખાસ તો સુરક્ષા વ્યવસ્થા જળવાઈ તેવો ઉદ્દેશ્ય છે.

આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે આજે ખાસ દબાણ દૂર કરવાની મુહિમ હાથ ધરવામાં આવી હતી જેમાં એઆઈએ , નોટિફાઈડ અને પોલીસ તંત્ર સાથે સંયુક્ત દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી.આ ડ્રાઈવ કરતા પહેલા ઘણી નોટિસો આપી હતી આખરે આજે 4 કરતા વધુ ટ્રેક્ટર ટ્રેલર જેટલો સામાન દબાણ કર્તાઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો.આ દબાણ ડ્રાઇવ સવારે 10.30 થી બપોરે 4 વાગ્યા સુધી ચાલી હતી.આ ડ્રાઈવમાં એઆઈએ ટીમ, પીઆઈ અંકલેશ્વર જીઆઈડીસી તેમની ટીમ અને અંકલેશ્વર નોટિફાઈડ બીજેપી પ્રમુખ જય તેરૈયા વગેરે દબાણ શાખા સાથે રહી કામગીરી હવેલી ચોકથી ઈએસઆઈસી હોસ્પિટલ સુધી દબાણ હટાવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande