ભરૂચ તાલુકાના કારેલા નજીક, દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે નંબર 4 પર અકસ્માતથી ભય
દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર બે આઇશર ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કર! એક ટેમ્પો પલટી ગયો, બીજાને ભારે નુકસાન પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ રસ્તા પર ઢોળાઈ નેશનલ હાઈવે નંબર 4 હવે સવલતને સુવિધા નહી માત્ર અકસ્માત નોતરી રહ્યો છે ભરૂચ 12 ઓક્ટોબર (હિ.સ.) દિલ્
ભરૂચ તાલુકાના કારેલા નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે નંબર 4 પર અકસ્માતથી ભય


ભરૂચ તાલુકાના કારેલા નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે નંબર 4 પર અકસ્માતથી ભય


ભરૂચ તાલુકાના કારેલા નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે નંબર 4 પર અકસ્માતથી ભય


ભરૂચ તાલુકાના કારેલા નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે નંબર 4 પર અકસ્માતથી ભય


દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર બે આઇશર ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કર!

એક ટેમ્પો પલટી ગયો, બીજાને ભારે નુકસાન પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ રસ્તા પર ઢોળાઈ

નેશનલ હાઈવે નંબર 4 હવે સવલતને સુવિધા નહી માત્ર અકસ્માત નોતરી રહ્યો છે

ભરૂચ 12 ઓક્ટોબર (હિ.સ.)

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચના કારેલા ગામ નજીક વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં પુરપાટ ઝડપે આવી રહેલા બે આઇશર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ધમાકાભેર અકસ્માતમાં એક ટેમ્પો રોડ પર જ પલટી મારી ગયો હતો, જ્યારે બીજા ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે ટેમ્પોમાં ભરેલી પ્લાસ્ટિકના દાણાની બોરીઓ રસ્તા પર વેરાઈ જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે, સદનસીબે આ ભીષણ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે.

ભરૂચ તાલુકાના કારેલા નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ- હાઈવે નંબર 4 પર અકસ્માતથી ભય.આસપાસ બે આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર લાગી હતી.એક ટેમ્પો પલટી ગયો, જ્યારે બીજા ટેમ્પોને ભારે નુકસાન થયું છે.ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ટક્કર બાદ ટેમ્પોમાં ભરેલી પ્લાસ્ટિકના દાણાની બોરીઓ રસ્તા પર ઢોળાઈ ગઈ હતી.અકસ્માતના પગલે એક્સપ્રેસ-વે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સદનસીબે મોટી જાનહાનિ ટળી, બંને વાહનચાલકોના જીવ બચ્યા હતા.વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા હતા.

એક્સપ્રેસ-વે પર અકસ્માતનો સિલસિલો યથાવત.ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર કારેલા નજીક વહેલી સવારે વાહનચાલકોની બેદરકારી અથવા ઝોકું આવી જવાના કારણે, બે આઇશર ટેમ્પો સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.

માલસામાનનો વેડફાટ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી .અકસ્માતગ્રસ્ત એક ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓનો જથ્થો હતો. ટેમ્પો પલટી મારી જતાં તમામ બોરીઓ ફાટીને હાઇવે પર ઢોળાઈ ગઈ હતી. ઘટનાના કારણે રસ્તા પર પ્લાસ્ટિકના દાણા વેરાઈ જતાં પાછળથી આવતા વાહનો માટે પણ અકસ્માતનું જોખમ ઊભું થયું હતું.

જાનહાનિ ટળી, સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.સદનસીબે આટલી ભીષણ ટક્કર છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા અને સ્પીડ લિમિટના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો .અકસ્માતની જાણ થતાં જ હાઇવે પેટ્રોલીંગ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રસ્તા પરથી પલટી ગયેલા ટેમ્પો અને વેરાયેલા માલસામાનને ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો તથા અકસ્માત અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande