રાજકોટમાં કૌટુંબિક તકરારમાં પરિવાર ઉપર પિતરાઈ ભાઈ સહિતનાનો તીક્ષ્ણ હથિયારોથી હુમલો
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં માંડા ડુંગર પાસે કૌટુંબિક અદાવતમાં ભાઈએ અન્ય ત્રણ શખ્સો સાથે મળી પોતાના જ પરિવાર પર છરી અને તલવારોથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરના
હુમલો


રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં માંડા ડુંગર પાસે કૌટુંબિક અદાવતમાં ભાઈએ અન્ય ત્રણ શખ્સો સાથે મળી પોતાના જ પરિવાર પર છરી અને તલવારોથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગર નવદુર્ગા ચોક પાસે રહેતા અજયભાઈ રાયધનભાઈ સોલંકીના ઘરમાં 10 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. પરિવારના સભ્યો ઘરે હાજર હતા ત્યારે અજયભાઈનો સગો ભાઈ વિજય સોલંકી મોઢું બાંધ્યા વગર અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. વિજયના હાથમાં છરી અને સાગરીતોના હાથમાં તલવારો જોઈ પરિવારજનો બૂમાબૂમ કરી અલગ-અલગ દિશામાં ભાગવા લાગ્યા હતા.

આ ભાગદોડ દરમિયાન આરોપીઓએ પરિવારજનોની પાછળ દોડી ગાળો આપી હતી. હુમલામાં અજયભાઈના ભત્રીજા રણજીત અને બાને ડાબા પગની સાથળના ભાગે સામાન્ય છરકાની ઇજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ વિજયે પરિવારને શેરી નહીં ટપવા દઉં અને ઘરમાંથી બહાર નીકળ્યા તો મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપી હતી. પરિવારજનોએ બૂમાબૂમ કરતા તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

ઘટના અંગે અજય સોલંકીએ 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક વિગત મુજબ આરોપી વિજય કોઈ કામધંધો કરતો ન હોય અને અવારનવાર ઘરના સભ્યો પાસે પૈસાની માગણી કરી હેરાન કરતો હતો. આજીડેમ પોલીસ સ્ટેશનમાં વિજય રાયધનભાઈ સોલંકી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande