ભાવનગર જિલ્લાની- લોકશાળા મણારની બે વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાએ સિદ્ધિ, રાષ્ટ્રીય કક્ષાએ કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
ભાવનગર,13 ઓક્ટોબર (હિ.સ.)SGFI સ્કૂલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી ''થાગ તા માર્શલ આર્ટ''ની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારની વિદ્યાર્થીની માલમ પ્રાંજલ મગનભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ શાનદાર સફળતા સાથે પ્ર
મેડલ મેળવનાર ખેલાડી


ભાવનગર,13 ઓક્ટોબર (હિ.સ.)SGFI સ્કૂલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી 'થાગ તા માર્શલ આર્ટ'ની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારની વિદ્યાર્થીની માલમ પ્રાંજલ મગનભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ શાનદાર સફળતા સાથે પ્રાંજલ હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મણિપુર જશે.

આ ઉપરાંત, વૃષુ સ્પર્ધામાં લોકશાળાની વિદ્યાર્થીની લાંબેરિયા સિદ્ધિએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સિદ્ધિ હાલમાં શ્રીનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી છે. બંને વિદ્યાર્થીનીઓની સફળતાથી શાળા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

આ વર્ષે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારના આશરે 30 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો રાજ્ય કક્ષાની સ્પર્ધા સુધી પહોંચ્યા છે. તેમાંથી બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની શૈક્ષણિક સંસ્થા માટે આ સિદ્ધિ પ્રેરણારૂપ બની છે. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમની મહેનત, નિયમિત તાલીમ, શિક્ષકોનું માર્ગદર્શન અને સંસ્થાના કાર્યકરોની નિષ્ઠાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે, તેનું આ સફળતા ઉત્તમ ઉદાહરણ છે.

આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી અરુણભાઈ દવે, પ્રશાંતભાઈ ભટ્ટ, નિયામક મેહુલભાઈ ભટ્ટ અને શાળાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગરે બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું તથા ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande