ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આઠમા યુવક મહોત્સવ સમાપન સમારોહ યોજાયો
જુનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આયોજિત આઠમો યુવક મહોત્સવ કલા ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસ સુધી કલા મહોત્સવમાં યુનિ.નાં કાર્યક્ષેત્રીય દેવભુમિ દ્વારકા, ગીર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આઠમા યુવક મહોત્સવ સમાપન


જુનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આયોજિત આઠમો યુવક મહોત્સવ કલા ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસ સુધી કલા મહોત્સવમાં યુનિ.નાં કાર્યક્ષેત્રીય દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની 49 કોલેજોનાં 1010 જેટલા કલામર્મી વિદ્યાર્થીઓ સંગીત, નાટક, લલિત કલા, નૃત્ય, સાહિત્ય વિભાગની કૂલ 31 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી બન્યા હતા. યુનિવર્સિટી દ્વારા આયોજિત આઠમા યુવક મહોત્સવના સમાપન સમારોહ દરમ્યાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ કૃતિઓના વિજેતા કલાકારોને શિલ્ડ, સન્માન પત્ર, પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, મેયર ધર્મેશ પોશીયા, ગૈારવ રૂપારેલીયા, જાણીતા લોક સાહિત્યકાર જીતુદાન ગઢવી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર, મનન અભાણી, કલ્પેશ અજવાણી, વિનુ ચાંદેગરા, શિક્ષણવિદ નારૂજેઠવા, રજીસ્ટ્રાર ડો.આર.જી.પરમાર, વિવિધ કોલેજના આચાર્યઓ સહિત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ તકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.પરાગ દેવાણીએ સંભાળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande