
ઓડેન્સ, નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). ભારતની ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે, બુધવારે ડેનમાર્ક ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. ભારતીય જોડીએ મહિલા યુગલના પહેલા રાઉન્ડમાં ચીની તાઈપેની યાન ફેઈ ચેન અને હ્સિએહ પેઈ શાનને સીધા ગેમ્સમાં હરાવીને અંતિમ-16માં સ્થાન બનાવ્યું. જ્યારે, મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગને હારનો સામનો કરવો પડ્યો.
એસજેએફ બેંક એરેનામાં રમાયેલી મેચમાં ત્રીસા અને ગાયત્રીએ 38 મિનિટમાં ચીની તાઈપેની જોડીને 22-20, 21-14થી પરાજિત કરી.
ભારતીય જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવવા માટે ઇન્ડોનેશિયાની રેચલ અલેસિયા રોજ અને ફેબી સેતિયાનિંગરુમ સામે ટકરાશે.
ઋતુપર્ણા-શ્વેતપર્ણાની જોડી હારી
મહિલા યુગલમાં ભારતની અન્ય એક જોડીને નિરાશા સાંપડી. ઋતુપર્ણા પાંડા અને શ્વેતપર્ણા પાંડાને ચીનની બાઓ લી જિંગ અને કાઓ જી હાન સામે 14-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ભારતીય જોડીનો ટુર્નામેન્ટમાં પ્રવાસ સમાપ્ત થઈ ગયો.
દેવિકા સિહાગ પણ પહેલા રાઉન્ડમાં બહાર
મહિલા સિંગલ્સના અંતિમ-32 રાઉન્ડમાં દેવિકા સિહાગને થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગે સીધા ગેમ્સમાં 21-13, 21-14થી હરાવી. આ હાર સાથે દેવિકાનો પડકાર સમાપ્ત થઈ ગયો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ