આજે રાજ્યભરમાં ગાંધી જયંતીએ 'નો UPI ડે' જાહેર
- એમડીઆર ચાર્જથી મુક્તિની માગ - રાજકોટ-વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યુ - દુકાનો પર ''sorry for today no UPI''ના પોસ્ટર પણ લગાવ્યાં. અમદાવાદ, 02 ઓકટોબર (હિ.સ.) : 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે રાજ્યભરમાં નો UPI ડે'' જાહેર
Today, Gandhi Jayanti, 'No UPI Day' declared across the state


- એમડીઆર ચાર્જથી મુક્તિની માગ

- રાજકોટ-વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યુ

- દુકાનો પર 'sorry for today no UPI'ના પોસ્ટર પણ લગાવ્યાં.

અમદાવાદ, 02 ઓકટોબર (હિ.સ.) : 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે રાજ્યભરમાં નો UPI ડે' જાહેર કરવામાં આવ્યો.ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ આજે 'નો UPI ડે' મનાવવાની જાહેરાત કરી છે. એટલે કે, આજે કોઈ પણ વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારયુ નહીં.દુકાનો પર 'sorry for today no UPI'ના પોસ્ટર પણ લગાવ્યાં.

600 ટ્રેડર્સ યુનિયનોએ 2 ઓક્ટોબરને 'નો UPI ડે' જાહેર કર્યો, 50 કરોડના ટ્રાન્ઝેક્શન પર અસર થઈ શકે - Divya Bhaskar

600 ટ્રેડર્સ યુનિયનોએ 2 ઓક્ટોબરને 'નો UPI ડે' જાહેર કર્યો, 50 કરોડના ટ્રાન્ઝેક્શન પર અસર થઈ શકે

દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 15 ઓક્ટોબર,2026થી નવા નિયમો લાગુ થવાના છે. જેમાં પર્સન-ટુ-પર્સન અને 2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરંતુ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકાનો MDR નક્કી કરવામાં આવ્યો છે, જેનો વેપારી એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યના તમામ વેપારીઓ MDR ચાર્જથી મુક્તિ આપવાની માગ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાયા છે. ઓટો મોબાઈલ યુનિયન, મોબાઈલ યુનિયન, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ, જ્વેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્જેક્શન નહી સ્વીકારે. એટલું જ નહીં ગાંધી જયંતીના દિવસે જ તમામ વેપારીઓ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી દીધુ છે, હવે માત્ર રોકડથી વ્યાપાર કરશે. આજે અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની સંભાવના છે.

આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં વેપારીઓ દ્વારા 'NO UPI DAY' પાળવામાં આવી રહ્યો છે, જેના કારણે બજારોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. વેપારીઓએ યુપીઆઈ (UPI) સ્કેનર પર કાળું કપડું ઢાંકીને આ વિરોધ નોંધાવ્યો છે અને આજે ગ્રાહકો પાસેથી યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ 'નો-યુપીઆઈ ડે'ને પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.

બજારમાં સામાન્ય રીતે 60 થી 70 ટકા વ્યવહારો યુપીઆઈ માધ્યમથી થતા હોવાથી, આજે ઓનલાઈન ચુકવણી ન સ્વીકારાવાને કારણે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે.

રાજકોટમાં પણ વેપારીઓએ આજે 'નો UPI ડે' મનાવ્યો છે. ધર્મેન્દ્ર રોડ, ઘીકાટા રોડ , પેલેસ રોડ, પરા બજાર સહિતની બજારોમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.વડોદરાના વેપારીઓનું કહેવું છે કે, આ નિયમ લાગુ થવાથી અંતે તો ગ્રાહકો ઉપર જ તેનું ભારણ વધશે. ત્યારે સરકારે આ નિયમ પાછો ખેંચી નાગરિકોને દશેરા અને દિવાળીની ભેટ આપવી જોઈએ.વડોદરા વેપારી એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. એક દિવસ ‘નો UPI ડે’ તરીકે મનાવવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande