હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉ. પ્રધુમન વાજાની અધ્યક્ષતામાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ભવ્ય શુભારંભ
ગાંધીનગર, 02 ઓક્ટોબર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગાંધી જયંતીના પવિત્ર અવસરે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ગરિમાપૂર્ણ પ્ર
શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ભવ્ય શુભારંભ


શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ભવ્ય શુભારંભ


ગાંધીનગર, 02 ઓક્ટોબર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગાંધી જયંતીના પવિત્ર અવસરે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાન અંતર્ગત એસ.એમ.સી. કીટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે આયોજિત આ સમારોહનો મુખ્ય હેતુ શાળા વ્યવસ્થાપન સમિતિનું સશક્તિકરણ, તાલીમ અને શાળાઓના સર્વાંગી વિકાસ માટે લોકભાગીદારી વધારવાનો રહ્યો છે.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રનો સાચો વિકાસ છેવાડાના ગામડાં અને ગરીબ પરિવારોના બાળકોના સર્વાંગી ઉત્થાનમાં સમાયેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે કે કોઈપણ વિદ્યાર્થી નાણાકીય અભાવના કારણે શિક્ષણથી વંચિત ન રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણ જ સૌથી મજબૂત પાયો સાબિત થશે. મંત્રીશ્રીએ શાળાઓને સંસ્કાર અને જ્ઞાન આપતું ‘વિદ્યાલય’ ગણાવીને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), શિક્ષકો અને વાલીઓ વચ્ચેના સેતુને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

આ નવતર પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને હિંમતનગર જેવા વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવશે. પ્રોજેક્ટના મુખ્ય લક્ષ્યાંકોમાં બાળકોની શાળામાં 100% હાજરી સુનિશ્ચિત કરવી, શાળા છોડી ગયેલા (ડ્રોપ-આઉટ) બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવા અને શાળાઓનું સામાજિક ઓડિટ કરી ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન એસ.એમ.સી.ના કાર્યો અને જવાબદારીઓ અંગેની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે ગ્રામીણ સ્તરે શિક્ષણમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવનમૂલ્યોને યાદ કરી શિસ્ત અને સ્વચ્છતા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો હતો. શાળામાં ૧૦૦ ટકા હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શાળાના વિકાસ માટે વાલીઓ તથા ગ્રામજનોની સહભાગિતા વધારવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકસિત ભારતના નિર્માણનો પાયો છે અને બાળકોને સારા તથા જવાબદાર નાગરિક બનાવવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે.

ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલ શ્રોફે ગામડાંના વિકાસને જ ભારતનો સાચો વિકાસ ગણાવી શિક્ષણ ક્ષેત્રે સહિયારી જવાબદારીની ભાવના વ્યક્ત કરી હતી. શ્રોફે જણાવ્યું હતું કે છેવાડાના આર્થિક અને સામાજિક રીતે વંચિત પરિવારોને શિક્ષણ સાથે જોડીને તેમનામાં પરિવર્તન લાવવા ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’ને ગંભીરતાથી અમલમાં મૂકવો જરૂરી છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો જણાવતા ઉમેર્યું કે,એસ.એમ.સી. ને સશક્ત બનાવવી, પસંદ કરાયેલી શ્રેષ્ઠ 100 SMCs ને મોડેલ બનાવી શાળા સંચાલનમાં તેમની ભૂમિકા મજબૂત કરવી. તેમજ ‘અમારી શાળા અમારી જવાબદારી’ ના ભાવ સાથે ગામ અને વાલીઓમાં શાળા પ્રત્યે માલિકીભાવ કેળવવો.

સરકારી પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા ઉંચી લાવવી. જિલ્લા શિક્ષણ સમિતિ અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી શ્રેષ્ઠ પરિણામો મેળવી ઉત્કૃષ્ટ કામગીરી કરતી SMCs ને પ્રોત્સાહિત કરી અન્ય શાળાઓને પણ પ્રેરણા પૂરી પાડવામા આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીના પટેલ, ધારાસભ્ય વી.ડી.ઝાલા,ધારાસભ્ય રમણલાલ વોરા, નગરપાલિકા પ્રમુખ અરુણા કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી પટેલ, અગ્રણી કનુ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા અગ્રણી પ્રેમલ દેસાઈ, ગણપતસિંહ ઝાલા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ, એસએમસીના સભ્યો, શિક્ષકઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande