તાંતીથૈયાની જય માતાદી ફ્રેશ મિલમાં આગ: ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલી જય માતાદી ફ્રેશ મિલના સેન્ટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાને પગલે મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે
તાંતીથૈયાની જય માતાદી ફ્રેશ મિલમાં આગ


સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલી જય માતાદી ફ્રેશ મિલના સેન્ટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાને પગલે મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, તાંતીથૈયા ગામે આવેલી જય માતાદી ફ્રેશ મિલના સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં મિલમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ કડોદરા GIDC પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં PI વી.એ. દેસાઈ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બીજી તરફ, PEPL ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ જવાનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતાં મિલના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સમયસર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી.

આગનું કારણ જાણવા તપાસ

મિલમાં આગ કયા કારણોસર લાગી અને તેના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી. આગ લાગવાના ચોક્કસ કારણ અને નુકસાન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande