




સાકેતધામના ગુરુવર શશિ ભાનુ રાજ યોગી ઉપસ્થિત રહી કિચન શેડનું ખાતમુહૂર્ત કર્યું
દશેરા પર્વે અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપૂત સમાજ શસ્ત્ર પૂજન સાથે સામાજિક એકતાનો સંદેશ અપાયો
માતૃશક્તિનુ સન્માન અને શક્તિને સમજો અને આગળ કરો વિશ્વબંધુ મહારાજ સાકેતધામ
ભરૂચ 20 ઓક્ટોબર (હિ.સ.)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્થિત ગીરાસ રાજપૂત સમાજ દ્વારા દશેરાના પવિત્ર પર્વે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની 15મી સાધારણ સભા સાથે શસ્ત્ર પૂજન અને કિચન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સાકેતધામના રાષ્ટ્ર ઋષિ ગુરુવર વિશ્વ બંધુ શશિ ભાનુ રાજ યોગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિશ્વબંધુ મહારાજનું રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું હતું.સમાજના અગ્રણીઓ અને સ્વજનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.
જી.આઈ.ડી.સી. અંકલેશ્વર રાજપૂત સમાજ ગીરાસ પરિવાર દ્વારા વિજયાદશમીના શુભ દિવસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી સાકેતધામ કોડવાવના રાષ્ટ્ર ઋષિ ગુરુવર વિશ્વ બંધુ શશિ ભાનુ રાજ યોગીજી ઉપસ્થિત રહ્યા હતા. તેમના કરકમલો દ્વારા કિચન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત સમાજના લોકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.
દશેરાના પાવન પર્વે યોજાયેલા આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ગીરાસ રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો સહકુટુંબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિની જાળવણી અને સામાજિક વિકાસના કાર્યોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.કિચન શેડના ખાતમુર્હુત પ્રસંગે 200 ગુણ સિમેન્ટની પ્રથમ વિશ્વબંધુ મહારાજે દાનની જાહેરાત કરતા સમાજમાંથી દાનની સરવાણી ફૂટી હતી.
સમગ્ર ભારતમાંથી રાજપૂત સમાજ અહીં વસવાટ કરતો હોય ત્યારે અહીં અંકલેશ્વરમાં સમાજ હોવો જોઈએ ત્યારે જીઆઈડીસીમાંથી એક.પ્લોટ લીધો .વિશ્વબંધુ મહારાજ કિચન શેડનું ખાતમુહૂર્ત એમના હસ્તે કરવાનું છે વિજયસિંહ સુરતીયા ગીરાશ પ્રમુખ
આપ લોકોએ જે બીડું ઉપાડ્યું છે તે સમાજનું કાર્ય તમારી ધારણા કરતા પહેલા થઈ જાશે .માતૃશક્તિનુ સન્માન અને શક્તિને સમજો અને આગળ કરો.શસ્ત્ર પૂજન આપણે કરીએ છીએ કર્તવ્ય ધર્મનો પાલન કરો.
ભગવાન મહાવીર અને બુદ્ધ પણ ક્ષત્રિય હતા.ક્ષત્રિય ગુલામ નહીં હોતા અધર્મને ક્યારેય ચલાવો નહીં.આદિવાસી સમાજને સાચો રસ્તો , જ્ઞાન આપવું ,સંસ્કાર મળશે તો અધર્મથી પર રહેશે.દાનં ઈશ્વર ભાવશ્વ ગીતાજીમાં કહ્યું છે વિશ્વબંધુ મહારાજ સાકેતધામ .
આભારવિધિ કરતા સમાજનું ભલું થાય એ દિશામાં આગળ વધીએ એવી શુભકામના દિલીપસિંહ રાઠોડે પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ