લાજપોર જેલમાં વધુ 4 મોબાઇલ ફોન મળ્યા, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-લાજપોર સેન્ટ્રલ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવવાનો સિલસિલો યથાવત્ છે. છેલ્લા 15 દિવસમાં વારંવાર મોબાઇલ ફોન મળી આવતાં જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જડતી દરમિયાન યાર્ડ નં
લાજપોર જેલમાં વધુ 4 મોબાઇલ ફોન મળ્યા, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો


સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-લાજપોર સેન્ટ્રલ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવવાનો સિલસિલો યથાવત્ છે. છેલ્લા 15 દિવસમાં વારંવાર મોબાઇલ ફોન મળી આવતાં જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જડતી દરમિયાન યાર્ડ નંબર બી/1ની બહારની દીવાલ પાસે પાણીની પાઇપલાઇનમાં પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલા ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ અગાઉ વડોદરા ઓપન જેલની જડતી સ્ક્વોડે લાજપોર જેલમાંથી એક મોબાઇલ ફોન અને ચાર્જર જપ્ત કર્યાં હતાં.

અજાણ્યા કેદીઓ સામે પોલીસ ફરિયાદ

આ મામલે જેલર ગ્રુપ-2ના લખનપતાપસિંહ ગોહિલે સચિન પોલીસ મથકમાં અજાણ્યા કેદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોબાઇલ ફોનના IMEI નંબરના આધારે ટેકનિકલ તપાસ શરૂ કરી છે.

જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન કેવી રીતે પહોંચ્યા અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande