રાષ્ટ્રપતિ મુર્મુએ લલિત કલા અકાદમી પુરસ્કાર પ્રદાન કર્યા, કહ્યું કે- યુવા કલાકારોને પ્રતિભા નિખારવા માટે પૂરતા અવસર મળે
નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે લલિત કલા અકાદમી પુરસ્કાર વિતરણ દરમિયાન કહ્યું કે, યુવા અને ઉભરતા કલાકારોને પોતાની પ્રતિભા વિકસાવવા, કલાના નવા માધ્યમો શોધવા અને પોતાની રચનાત્મક ક્ષમતાનો વિસ્તાર કરવા માટે પૂરતા અવસર
રાષ્ટ્રપતિ મુર્મુએ લલિત કલા અકાદમી પુરસ્કાર પ્રદાન કર્યા


નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે લલિત કલા અકાદમી પુરસ્કાર વિતરણ દરમિયાન કહ્યું કે, યુવા અને ઉભરતા કલાકારોને પોતાની પ્રતિભા વિકસાવવા, કલાના નવા માધ્યમો શોધવા અને પોતાની રચનાત્મક ક્ષમતાનો વિસ્તાર કરવા માટે પૂરતા અવસર આપવા જોઈએ. કલાને ફક્ત કલા દીર્ઘાઓ (આર્ટ ગેલેરીઓ) સુધી સીમિત ન રાખવી જોઈએ, પરંતુ તેને શાળાઓ, વિશ્વવિદ્યાલયો, સાર્વજનિક સ્થળો અને સમાજના વ્યાપક વર્ગો સુધી પહોંચાડવી જોઈએ.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, અહીં બુધવારે 65મી રાષ્ટ્રીય કલા પ્રદર્શનીના પસંદ કરાયેલા કલાકારોને લલિત કલા અકાદમી પુરસ્કાર પ્રદાન કર્યા. તેમણે ત્રીજા પ્રિન્ટ બિયેનલે ઇન્ડિયા-2026ના ગ્રાન્ડ પ્રાઇઝ વિજેતાઓ અને સન્માનનીય ઉલ્લેખ (ઓનરેબલ મેન્શન) મેળવનારા કલાકારોને પણ સન્માનિત કર્યા. કાર્યક્રમમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા.

તેમણે કહ્યું કે, પુરસ્કાર વિતરણ સમારોહ ભારતની કલાત્મક વિરાસત, સાંસ્કૃતિક વિવિધતા અને સમકાલીન રચનાત્મકતાનો ઉત્સવ છે. આના માધ્યમથી દેશની વિવિધ કલાઓની સમૃદ્ધ પરંપરા, રચનાત્મક ઊર્જા અને સતત વિકસિત થઈ રહેલી કલાત્મક અભિવ્યક્તિઓનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, કલા ફક્ત કેનવાસ પર બનાવેલી પેઇન્ટિંગ, પથ્થર પર કોતરેલી મૂર્તિઓ કે અન્ય માધ્યમોથી તૈયાર કરાયેલી કૃતિઓ સુધી સીમિત નથી. કલા આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આમાં ભૂતકાળની સ્મૃતિઓ, વર્તમાનના અનુભવો અને ભવિષ્યની આકાંક્ષાઓ ઝળકે છે. કલા આપણને પોતાના સમય અને સમાજને નવા દૃષ્ટિકોણથી જોવા અને સમજવામાં મદદ કરે છે.

તેમણે કહ્યું કે, દૂરદરાજના વિસ્તારોમાં પરંપરાગત કલાકારોને નવી તકનીકો અને સમકાલીન કલા પદ્ધતિઓની તાલીમ આપવી જોઈએ. આનાથી તેઓ પોતાની પ્રતિભાને વ્યાપક મંચ પર પ્રદર્શિત કરી શકશે અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજના સમયમાં કલાકારોને રચનાત્મક અવસરોની સાથે નાણાકીય સહાયતા, વ્યાપક બજાર સુધી પહોંચ અને કલા સંગ્રહકર્તાઓ (આર્ટ કલેક્ટર્સ) સાથે જોડાવાના અવસરોની પણ જરૂર છે. તેમણે લલિત કલા અકાદમી અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કલાકૃતિઓના વેચાણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો પર પ્રસન્નતા વ્યક્ત કરી.

તેમણે તમામ સંબંધિત પક્ષોને યુવા અને ઉભરતા કલાકારોને પૂરતા અવસર ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી, જેથી તેઓ પોતાની પ્રતિભા નિખારી શકે, કલાના નવા માધ્યમોનો પ્રયોગ કરી શકે અને પોતાની રચનાત્મક ક્ષમતાનો વિસ્તાર કરી શકે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande