૭૦મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અંડર-૧૪ બહેનોની હેન્ડબોલ સ્પર્ધા તા.૦૩ નવેમ્બરના રોજ સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે યોજાશે
ગીર સોમનાથ 22 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત ૭૦મી અખિલ ભારતીય
૭૦મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અંડર-૧૪ બહેનોની હેન્ડબોલ સ્પર્ધા તા.૦૩ નવેમ્બરના રોજ સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે યોજાશે


ગીર સોમનાથ 22 ઓક્ટોબર (હિ.સ.)

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યકક્ષા એસ.જી.એફ.આઈ. શાળાકીય હેન્ડબોલ અં-૧૪ (બહેનો)ની સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવશે.

તા.૦૩/૧૧/૨૦૨૬ના રોજ આ સ્પર્ધા સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ ખાતે યોજાશે તેમજ ૦૨/૧૧/૨૦૨૬ના સાંજે ૫.૦૦ કલાકનો સમય રિપોર્ટિંગનો રહેશે. રિપોર્ટિંગ સ્થળ સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલ, શંખ સર્કલ પ્રભાસપાટણ રહેશે.

રજીસ્ટ્રેશન અને સ્થાનિક સંપર્ક માટે શ્રી નરેશભાઈ ગોહિલ (૯૨૨૮૮૯૨૭૧૭) અને શ્રી દિવ્યેશભાઈ (૬૩૫૧૯૮૩૬૬૭) ઉપર સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારી વી.વી.દિહોરાની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande