'શ્રવણ તીર્થ દર્શન યોજના' અંતર્ગત, 2100 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા
ધ્વજારોહણ સહિતના ધાર્મિક આયોજનથી આધ્યાત્મિક આનંદનો અનુભવ કરતાં શ્રદ્ધાળુઓ - વડાપ્રધાનના નેતૃત્વમાં ''સોમનાથ સ્વાભિમાન પર્વ'' જેવા ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનથી સોમનાથ વૈશ્વિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે-કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર,22 ઓકટોબ
More than 2100 devotees had darshan of Somnath Mahadev with devotion under the 'Shravan Tirtha Darshan Yojana'


More than 2100 devotees had darshan of Somnath Mahadev with devotion under the 'Shravan Tirtha Darshan Yojana'


More than 2100 devotees had darshan of Somnath Mahadev with devotion under the 'Shravan Tirtha Darshan Yojana'


- ધ્વજારોહણ સહિતના ધાર્મિક આયોજનથી આધ્યાત્મિક આનંદનો અનુભવ કરતાં શ્રદ્ધાળુઓ

- વડાપ્રધાનના નેતૃત્વમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' જેવા ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનથી સોમનાથ વૈશ્વિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે-કૃષિમંત્રી જીતુ વાઘાણી

ગાંધીનગર,22 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકારની 'શ્રવણ તીર્થ દર્શન યોજના' અંતર્ગત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં, 2100 થી વધુ ભાવનગરના ભાઈઓ અને બહેનોએ 'શ્રવણ તીર્થ સોમનાથ યાત્રા'ના માધ્યમથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના આજે દર્શન કર્યા હતાં.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે, મંદિર પરિસરમાં ધ્વજપૂજા કરી હતી. યાત્રીઓના જય સોમનાથના જયઘોષ વચ્ચે આ ધ્વજાને ત્યારબાદ મંદિર પર ચડાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર મંદિર પરિસર જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર એ ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક છે. અનેક આક્રાંતાઓના આક્રમણો છતાં સોમનાથની અસ્મિતા અડગ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' જેવા કાર્યક્રમોના આયોજનથી સોમનાથને વૈશ્વિક ઓળખ મળી છે અને તેના લીધે સોમનાથ સાંસ્કૃતિક ચેતનાનું આધ્યાત્મિક કેન્દ્ર બન્યું છે.

વડાપ્રધાનના વડપણ હેઠળ દેશનાં ધાર્મિક અને સાંસ્કૃતિક તીર્થસ્થળોના વિકાસને નવી દિશા મળી છે અને સાંસ્કૃતિક વારસો સચવાઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે એક કરોડ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા છે. તેમ જણાવી ભગવાન સોમનાથના આશીર્વાદથી સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના મંત્રીએ વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની 'શ્રવણ તીર્થ યોજના' અંતર્ગત 41 બસના કાફલા સાથે સોમનાથ આવી પહોંચેલા શ્રદ્ધાળુઓના ‘જય સોમનાથ’ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાસભર બન્યું હતું.

આ યાત્રા દરમિયાન યાત્રિકોએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પૂજા-અર્ચના તેમજ ધ્વજારોહણમાં સહભાગી બન્યાં હતાં.

ગુજરાત સરકારની ' શ્રવણ તીર્થ દર્શન યોજના' વરિષ્ઠ નાગરિકોને ગુજરાતનાં પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરવામાં આર્થિક સહાય આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ વડીલોને તીર્થયાત્રા કરવાની તક મળે અને મુસાફરીનો ખર્ચ ઓછો થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આ ધ્વજારોહણના ધાર્મિક અવસરે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, અગ્રણી ડૉ.સંજય પરમાર, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, પ્રાંત અધિકારી જે.વી કાકડિયા, આત્માના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિતના અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

-

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande