
ગૌહાટી, નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). આસામના કછાર જિલ્લામાં, પોલીસે પાકી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગઈકાલે રાત્રે 19 કરોડ રૂપિયાથી વધુ કિંમતના યાબા ટેબ્લેટ્સ જપ્ત કરીને એક તસ્કરની પણ ધરપકડ કરી છે.
મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ શેર કરતા ઉપરોક્ત માહિતી શેર કરી છે. તેમણે લખ્યું છે કે, મિશન ઇમ્પોસિબલ? આસામમાં તો બિલકુલ નહીં! પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, સરહદ પર ગાડી બદલવાથી પણ પરિણામ બદલાવાનું નથી.
કછાર પોલીસે 19.6 કરોડની કિંમતના 78,400 શંકાસ્પદ 'યાબા' ટેબ્લેટ્સ જપ્ત કરવાની સાથે જ એક તસ્કરની ધરપકડ કરી છે. સાથે જ યાબા ટેબ્લેટ્સ લઈ જવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલી કાર (એએસ-11 ઝેડ-7188)ને પણ જપ્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આસામ પોલીસ એ સુનિશ્ચિત કરી રહી છે કે આ ગુનેગારોની વાર્તાનો કોઈ 'સિક્વલ' ન બની શકે. આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, આસામ સરકારે માદક દ્રવ્યો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં એક વ્યાપક અભિયાન ચલાવી રહી છે. જેના પરિણામે રોજ મોટા પાયે હેરોઈન, બ્રાઉન સુગર, અફીણ, ગાંજો, પ્રતિબંધિત કફ સિરપ, યાબા ટેબ્લેટ્સ સહિત અન્ય પ્રકારના માદક દ્રવ્યોની જપ્તીની સાથે જ તસ્કરોની પણ ધરપકડ થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ