છત્તીસગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બસ્તર દશેરામાં જોડાશે
રાયપુર, નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). છત્તીસગઢના બસ્તરમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ બસ્તર દશેરા દરમિયાન, શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જગદલપુર પહોંચશે. તેઓ માં દંતેશ્વરી મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરશે અને સિરહાસાર ભવનમાં આયોજિત થનારા પરંપરાગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-ફાઈલ ફોટો


રાયપુર, નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). છત્તીસગઢના બસ્તરમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ બસ્તર દશેરા દરમિયાન, શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જગદલપુર પહોંચશે. તેઓ માં દંતેશ્વરી મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરશે અને સિરહાસાર ભવનમાં આયોજિત થનારા પરંપરાગત મુરિયા દરબારમાં ભાગ લેશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, રાષ્ટ્રપતિ સવારે 11:15 વાગ્યે જગદલપુર એરપોર્ટ પર ઉતરશે. આ પછી તેઓ માં દંતેશ્વરી મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરશે. રાષ્ટ્રપતિ સવારે 11:37 વાગ્યાથી બપોરે 12:35 વાગ્યા સુધી સિરહાસાર ભવનમાં આયોજિત થનારા પરંપરાગત મુરિયા દરબારમાં ભાગ લેશે.

બસ્તર દશેરાની મુખ્ય પરંપરાઓમાં સામેલ મુરિયા દરબારમાં સ્થાનિક પરંપરાઓ, જનપ્રતિનિધિઓ અને પ્રાદેશિક મુદ્દાઓનું વિશેષ મહત્વ રહે છે. મુરિયા દરબારમાં સહભાગિતા પછી રાષ્ટ્રપતિ લાલબાગ મેદાનમાં આયોજિત જનસભાને સંબોધિત કરશે. તેમની આ મુલાકાતને બસ્તરની સાંસ્કૃતિક પરંપરાઓ અને આદિવાસી વારસાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય પણ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બસ્તર પ્રવાસ દરમિયાન જગદલપુરમાં હાજર રહેશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મુખ્યમંત્રી સવારે 8:40 વાગ્યે રાયપુરથી વિમાન દ્વારા જગદલપુર માટે રવાના થશે. જગદલપુર પહોંચ્યા પછી મુખ્યમંત્રી મા દંતેશ્વરી મંદિરમાં દર્શન-પૂજન કરશે. આ પછી તેઓ મુરિયા દરબારના કાર્યક્રમમાં જોડાશે. બપોરે લાલબાગ મેદાનમાં આયોજિત બસ્તર દશેરા સમારોરોહમાં પણ તેમની ઉપસ્થિતિ પ્રસ્તાવિત છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande