પોરબંદર જેસીઆઈની ટીમનું બેસ્ટ કામગીરી બદલ સુરત ખાતે એવોર્ડથી સન્માન
પોરબંદર, 23 ઓક્ટોબર (હિ.સ.) : જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (જેસીઆઈ) ઝોન આઠ ગુજરાત પ્રદેશની વાર્ષિક સભા (ઝોન કોન્ફરન્સ) સુરત ખાતે યોજાઈ હતી. આ ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરવા માટે જેસીઆઈ પોરબંદર પ્લસના પ્ર
પોરબંદર જેસીઆઈની  ટીમનું  બેસ્ટ  કામગીરી  બદલ સુરત  ખાતે  એવોર્ડથી  સન્માન.


પોરબંદર, 23 ઓક્ટોબર (હિ.સ.) : જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (જેસીઆઈ) ઝોન આઠ

ગુજરાત પ્રદેશની વાર્ષિક સભા (ઝોન કોન્ફરન્સ) સુરત ખાતે યોજાઈ હતી. આ ઝોન

કોન્ફરન્સમાં જેસીઆઈ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરવા માટે જેસીઆઈ પોરબંદર પ્લસના

પ્રમુખ પ્રતીક લાખાણી, અર્જુન કોટેચા અને વરુણ લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઝોનકોન દરમિયાન જેસીઆઈના વિવિધ લોકલ

ઓર્ગેનાઇઝેશનના સભ્યો સાથે વિચારોનું આદાનપ્રદાન, સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને નેતૃત્વ

વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું. આ પ્રસંગે જેસીઆઈ પોરબંદર પ્લસના પ્રેસિડેન્ટ, ચેપ્ટરના વિવિધ સભ્યો તેમજ જેસીઆઈ

પોરબંદર પ્લસ ચેપ્ટરને ઝોનલ સ્તરે બેસ્ટ કામગીરી બદલ વિવિધ એવોર્ડથી સન્માનિત

કરવામાં આવ્યા હતા. આ સન્માન ચેપ્ટરની ટીમની એકતા, સક્રિયતા, સેવાભાવ અને વર્ષ દરમિયાન કરવામાં

આવેલી પ્રવૃત્તિઓની નોંધપાત્ર સિદ્ધિરૂપ છે.

આ સિદ્ધિથી જેસીઆઈ પોરબંદર પ્લસના સભ્યોમાં

ગૌરવ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. ચેપ્ટર દ્વારા ભવિષ્યમાં પણ પોરબંદર

વિસ્તારમાં સમાજસેવા, વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે

પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઝોન કોન્ફરન્સમાં ગુજરાતના દરેક ચેપ્ટરની

કામગીરીના વાર્ષિક મૂલ્યાંકન બાદ જેસીઆઈ પોરબંદરની ટીમને બેસ્ટ કામગીરી બદલ

પ્રાપ્ત થયેલ એવોર્ડ માટે જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા અને

બિરાજ કોટેચાએ પ્રમુખ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande