ભાવનગર મંડળના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ, મુસાફરોને મળશે વધુ સારી સુવિધા
ભાવનગર 23 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સુવિધાઓના વિસ્તરણ અને ઉન્નતીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં મંડળના કુંડલી, લાઠીદડ, અલમપર, વઢવાણ સિટી, સોનગઢ, ખોડિયાર મંદિર અને રાણપુર રેલવે સ્ટેશનો પર નવા કવર શે
ભાવનગર મંડળના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડ


ભાવનગર 23 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સુવિધાઓના વિસ્તરણ અને ઉન્નતીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં મંડળના કુંડલી, લાઠીદડ, અલમપર, વઢવાણ સિટી, સોનગઢ, ખોડિયાર મંદિર અને રાણપુર રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડના કારણે મુસાફરોને તડકા અને વરસાદ જેવી હવામાન સંબંધિત પરિસ્થિતિઓથી રાહત મળશે તેમજ સ્ટેશન પર ટ્રેનની રાહ જોવી વધુ સુવિધાજનક બનશે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ ઇજનેર (સમન્વય) ડી. એસ. યાદવની દેખરેખ હેઠળ મુસાફર સુવિધા સંબંધિત આ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ શેડના નિર્માણથી સંબંધિત સ્ટેશનો પર મુસાફરો માટે ઉપલબ્ધ પાયાની સુવિધાઓમાં વધારો થયો છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મંડળનાં વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફર સુવિધાઓના વિકાસ અને વિસ્તરણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર પાયાની સુવિધાઓને વધુ સારી બનાવવા તથા પુનર્વિકાસનાં કાર્યો દ્વારા મુસાફરીના અનુભવને વધુ સુવિધાજનક બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા, સ્ટેશન પરિસરોના ઉન્નતીકરણ તથા મુસાફર સંતોષમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande