
નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.). ભારતે જોર્ડનના કરાક શહેરમાં એક ચર્ચ પર થયેલા હુમલાની સખત નિંદા કરતા શનિવારે આતંકવાદના તમામ સ્વરૂપો સામે પ્રતિબદ્ધતાનો પુનરઉચ્ચાર કર્યો.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, જોર્ડનના કરાકમાં 23 ઓક્ટોબરના રોજ થયેલા હુમલામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા અને અનેક અન્ય ઘાયલ થયા. ભારતે હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત આ ઘૃણાસ્પદ હુમલાની સ્પષ્ટપણે નિંદા કરે છે. ભારતે આ મુશ્કેલ સમયમાં જોર્ડનની સરકાર અને ત્યાંના મૈત્રીપૂર્ણ લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરી. સાથે જ, આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામેની લડાઈ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરઉચ્ચાર કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ