આઈટીબીપી સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, શનિવારે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી) સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી ના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, શનિવારે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી) સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી ના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આપણા બહાદુર 'હિમવીર' સાહસ, શિસ્ત અને અડગ પ્રતિબદ્ધતાના ઉદાહરણ છે, જેઓ દેશની સરહદોનું રક્ષણ સૌથી મુશ્કેલ વિસ્તારો અને અત્યંત પડકારજનક હવામાનમાં કરે છે. સરહદોની સુરક્ષા, આપત્તિના સમયે રાહત કાર્ય અને માનવીય સહાય પહોંચાડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા, દેશ પ્રત્યેની તેમની નિસ્વાર્થ સેવાનો પુરાવો છે. રાષ્ટ્ર તેમના શૌર્ય, સમર્પણ અને બલિદાનને નમન કરે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઈટીબીપીના 'હિમવીરો'એ પોતાના અસાધારણ સાહસથી પોતાને સાબિત કર્યા છે. તેમણે હંમેશા અદ્ભુત દ્રઢ સંકલ્પ સાથે દરેક પડકારનો સામનો કર્યો છે. તેમની નિસ્વાર્થ સેવા અને બલિદાન દેશ માટે પ્રેરણાનો એક મોટો સ્ત્રોત છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, હિમાલયના અત્યંત દુર્ગમ વિસ્તારોમાં દેશની સરહદોનું રક્ષણ કરવાથી લઈને દરેક પડકારજનક પરિસ્થિતિમાં રાષ્ટ્રની સેવા કરવા સુધી, આઈટીબીપીના સૈનિકોએ અદમ્ય સાહસ, અડગ સંકલ્પ અને કર્તવ્ય પ્રત્યે સમર્પણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માતૃભૂમિની સુરક્ષા પ્રત્યે તેમનું સમર્પણ દેશ માટે ગર્વ અને પ્રેરણાનો સ્ત્રોત છે. રાષ્ટ્ર સેવામાં સમર્પિત આઈટીબીપીના તમામ બહાદુર સૈનિકોના શૌર્યને નમન.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આઈટીબીપીના 'હિમવીરો'એ અત્યંત કઠિન જળવાયુ પરિસ્થિતિઓમાં ભારતની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે આંતરિક સુરક્ષા અભિયાનોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં વામપંથી ઉગ્રવાદનો સામનો કરવાના પ્રયાસો પણ સામેલ છે. તેમનું સાહસ, વ્યાવસાયિક વલણ અને કર્તવ્ય પ્રત્યે અડગ સમર્પણ, રાષ્ટ્ર સેવાની શ્રેષ્ઠ પરંપરાઓને દર્શાવે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, તેમના શૌર્યની ગુંજ બરફથી ઢંકાયેલા પહાડોમાં સંભળાય છે, જે દેશની સુરક્ષા માટે ઊભા થતા દરેક ખતરાને ધૂળ ભેળવી દે છે. સૌથી કઠિન હવામાનમાં પણ ટકી રહેવાનો તેમનો જુસ્સો, સુરક્ષા પ્રત્યે ભારતના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે. તે શહીદોને નમન, જેમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને સહકાર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ કરતા, ઘણીવાર અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ 'હિમવીરો'નું સાહસ, શિસ્ત અને અડગ સંકલ્પ સેવા અને બલિદાનની શ્રેષ્ઠ પરંપરાઓને દર્શાવે છે. તેમનું આ સમર્પણ દરેક ભારતીય માટે અત્યંત ગર્વનો વિષય છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande