ઝવેરી બજારમાં સોનું મોંઘું થયું, ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નહિ
નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). સ્થાનિક ઝવેરી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સોનાના ભાવમાં નજીવો ઉછાળો જોવા મળી રહ્યો છે. કિંમતમાં થયેલા આ ફેરફારને કારણે દેશના મોટાભાગના ઝવેરી બજારમાં સોનું આજે 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 190 રૂપિયા પ્રતિ
સોના-ચાંદી


નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). સ્થાનિક ઝવેરી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સોનાના ભાવમાં નજીવો ઉછાળો જોવા મળી રહ્યો છે. કિંમતમાં થયેલા આ ફેરફારને કારણે દેશના મોટાભાગના ઝવેરી બજારમાં સોનું આજે 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંઘું થયું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. ચાંદી આજે પણ સોમવારના ભાવ પર સ્થિર જોવા મળી રહી છે.

સોનાની કિંમતમાં ઉછાળો આવવાને કારણે દેશના અલગ અલગ ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,42,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે 22 કેરેટ સોનું આજે 1,30,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,31,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થવાને કારણે આ ચમકતી ધાતુ દિલ્હીના ઝવેરી બજારમાં આજે પણ 2,19,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જ વેચાઈ રહી છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,42,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,31,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,30,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. આ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,42,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,30,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,30,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આ જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,30,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,42,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,30,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

જયપુરમાં 24 કેરેટ સોનું 1,42,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,31,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,42,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,30,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનઉના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,42,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,31,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના ઝવેરી બજારમાં પણ આજે સોનું નજીવા વધારા સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે આ ત્રણેય શહેરોના ઝવેરી બજારમાં 22 કેરેટ સોનું 1,30,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande