વેરાવળના વૈશાલી વ્યાસ 'ટ્રેન્ડ ક્રિએશન' દ્વારા અન્ય માટે ટ્રેન્ડ સેટર બન્યાં
સોમનાથ,27 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં મુલાકાત લેનાર તમામ મહિલાઓનું સૌપ્રથમ ધ્યાન એક સ્ટોલ પર જાય છે. આ સ્ટોલ એટલે વૈશાલી વ્યાસનો સ્ટોલ.... ''ટ્રેન્ડ ક્રિયેશન'' નામના વૈશાલી વ્યાસના હેન્ડમેડ એન્ડ ઇમિટેશન જ્વેલરીના સ્ટો
'ટ્રેન્ડ ક્રિએશન' દ્વારા અન્ય માટે ટ્રેન્ડ સેટર બન્યાં


સોમનાથ,27 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં મુલાકાત લેનાર તમામ મહિલાઓનું સૌપ્રથમ ધ્યાન એક સ્ટોલ પર જાય છે. આ સ્ટોલ એટલે વૈશાલી વ્યાસનો સ્ટોલ....

'ટ્રેન્ડ ક્રિયેશન' નામના વૈશાલી વ્યાસના હેન્ડમેડ એન્ડ ઇમિટેશન જ્વેલરીના સ્ટોલે આ મેળામાં આગવું આકર્ષણ ઊભું કરીને એક આગવો ટ્રેન્ડ ઉભો કરવા સાથે મહિલાઓ માટે આત્મનિર્ભરતાનો એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.

આ સ્ટોલ પર તમને અવનવી વેરાયટીના ઇયરીંગ, બ્રેસલેટ અને સેટ જોવા મળશે. છેલ્લા 13 વર્ષ દરમિયાન તેમણે તેમની કોઠાસૂજ અને આવડતથી કેળવેલા મહારથી અદભુત અવનવી વેરાઈટીઓનું સર્જન કર્યું છે. આ વસ્તુઓના વેચાણથી વૈશાલીબેન મહિને રુ. ૫૦ હજારની આવક મેળવી લે છે.

વેરાવળમાં રહેતાં વૈશાલી પરેશભાઇ વ્યાસે તેમના આ ધંધા અંગે જણાવ્યું હતું કે, હું મુંબઇ, અમદાવાદ, સુરત અને જયપુર સહિતના શહેરોમાંથી રો- મટિરિયલ લાવી તેમાંથી અવનવા ઇયરીંગ, બ્રેસલેટ અને સેટ સહિતની વસ્તુઓ હાથે જ બનાવું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને ધ્યાનમાં રાખીને તેમના માટે અવનવી ડિઝાઇનના ઘરેણાં તૈયાર કરું છે. આ કામથી હું આજે આત્મનિર્ભર બની છું. આવો નવી ડિઝાઇનના આ ઘરેણાંને હું વિવિધ પ્રદર્શનોમાં પ્રદર્શિત કરીને મારું માર્કેટ વધારું છું.

અત્યાર સુધી તેમણે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતા રાજ્યના વિવિધ શહેરોના પ્રદર્શનમાં ભાગ લઇ સારી એવી આવક મેળવી છે.

તેમણે તેમના આ કામ અંગે કહ્યું હતું કે, મારા કામથી હું ખુશ છું. મારા દ્વારા તૈયાર થયેલાં ઘરેણાં આજે મહિલાઓમાં ખૂબ આકર્ષણ ધરાવે છે અને તેની મોટી માંગ રહે છે.

હું છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળામાં ભાગ લઇ સારી એવી આવક મેળવું છે. સ્વદેશી મેળામાં મહિલાઓને મફત સ્ટોર સહિતની સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે મહિલાઓએ તેનો લાભ ઉઠાવો જોઈએ અને પોતે પગભર બનવું જોઈએ તેમ તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આવા મેળાઓ થકી મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે વિના મૂલ્યે સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande