ડીવીએસીએ તમિલનાડુમાં, પૂર્વ મંત્રી કે. એન. નહેરુના 25 સ્થળો પર દરોડા પાડ્યા
ત્રિચી (તમિલનાડુ), નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) તમિલનાડુના તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (ડીવીએસી) એ આજે અગાઉની ડીએમકે સરકારમાં પૂર્વ મંત્રી કે. એન. નહેરુ સાથે જોડાયેલા, 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓ સવારથી જ ત્રિચીના થિલ્લઈ નગરમાં
ઇડી


ત્રિચી (તમિલનાડુ), નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) તમિલનાડુના તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (ડીવીએસી) એ આજે અગાઉની ડીએમકે સરકારમાં પૂર્વ મંત્રી કે. એન. નહેરુ સાથે જોડાયેલા, 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓ સવારથી જ ત્રિચીના થિલ્લઈ નગરમાં ડીએમકેના મુખ્ય સચિવ અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ વહીવટી મંત્રી નેહરુના નિવાસસ્થાને દરોડા પાડી રહ્યા છે.

નહેરુના કાર્યકાળ દરમિયાન મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને પીવાના પાણી પુરવઠા વિભાગમાં સહાયક અને જુનિયર ઇજનેરોની નિમણૂકમાં ગેરરીતિઓની ફરિયાદ પર નોંધાયેલા કેસની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. સવારે ત્રણ વાહનોમાં પહોંચેલા તકેદારી વિભાગના 15થી વધુ કર્મચારીઓએ પૂર્વ મંત્રી નેહરુના નિવાસસ્થાન અને થિલ્લઈ નગર સ્થિત કાર્યાલય સંકુલનો કબજો સંભાળી લીધો હતો. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

નેહરુના ચેન્નાઈ, ત્રિચી સહિત 25થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તેમના નિવાસસ્થાન પછી, તેમના ભાઈ કે. એન. રવિચંદ્રનના ચેન્નાઈના રાજા અન્નામલાઈપુરમમાં આવેલા ઘર અને કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. રવિચંદ્રન ટીવીએચ બિલ્ડર્સ કંપનીના માલિક છે. અગાઉ 5 સપ્ટેમ્બરના રોજ તકેદારી અધિકારીઓએ ટેન્ડરમાં અનિયમિતતા સંબંધિત ફરિયાદના આધારે રવિચંદ્રનના ઘર અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. વિભાગે કહ્યું હતું કે, 241 દસ્તાવેજો અને ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. નવી કાર્યવાહીની વિગતોની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/ડૉ. વારા પ્રસાદ રાવ પી. વી./મુકુંદ મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande