જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીનું આયોજન
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપવા જૂનાગઢમાં યોજાશે એકતા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જૂનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીનું આયોજન


- રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપવા જૂનાગઢમાં યોજાશે એકતા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ

જૂનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તથા એકતા રેલીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત મુખ્ય ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય સંજય કોરડીયા પ્રેરક ઉપસ્થિતિ આપશે. આ સાથે જ ડેપ્યુટી મેયર આકાશ કરમણભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન એસ. ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ ડી. અભાણી અને દંડક કલ્પેશભાઈ કે. અજવાણીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૩૧-૧૦-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સરદાર ચોક, જીમખાના પાસે તથા સવારે ૦૯:૩૦ કલાકે પાદર ચોક, જોષીપરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૦૩:૩૦ કલાકે સરદાર ચોક જીમખાના ખાતેથી એકતા રેલીનો પ્રારંભ થશે, જે કાળવા ચોક, એમ. જી. રોડ થઈ એ.જી. સ્કૂલ મેદાન સુધી પહોંચશે. સાંજે ૦૪:૦૦ કલાકે એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ અને એકતા પરેડનું જીવંત પ્રસારણ યોજાશે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande