મધ્યપ્રદેશ ના કટની જિલ્લામાં જ્વેલરી શોરૂમમાં 12 કરોડની ચોરી, દીવાલમાં સેંધ લગાવીને ઘૂસ્યા ચોરો
દિવાળી માટે શોરૂમમાં રાખવામાં આવ્યો હતો વધારાનો સ્ટોક, ડિસ્પ્લે કાઉન્ટર અને તિજોરીઓને બનાવ્યા નિશાન ભોપાલ/કટની, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) । મધ્ય પ્રદેશના કટની જિલ્લાના બરગવાં વિસ્તારમાં એલઆઈસી કાર્યાલય પાસે સ્થિત કિસના જ્વેલર્સ શોરૂમમાં ચોર
દીવાલમાં સેંધ લગાવી


- દિવાળી માટે શોરૂમમાં રાખવામાં આવ્યો હતો વધારાનો સ્ટોક, ડિસ્પ્લે કાઉન્ટર અને તિજોરીઓને બનાવ્યા નિશાન

ભોપાલ/કટની, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) । મધ્ય પ્રદેશના કટની જિલ્લાના બરગવાં વિસ્તારમાં એલઆઈસી કાર્યાલય પાસે સ્થિત કિસના જ્વેલર્સ શોરૂમમાં ચોરોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ચોરો શોરૂમની પાછળના ભાગની દીવાલમાં સેંધ લગાવીને સોના અને હીરાના દાગીના લઈને ફરાર થઈ ગયા. ચોરી થયેલા આભૂષણોની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

માહિતી અનુસાર, ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે શોરૂમ સંચાલક મોહન બજાજ જ્યારે દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે તેમને ચોરીની જાણ થઈ. અંદર સામાન વિખરાયેલો પડ્યો હતો અને ડિસ્પ્લે કાઉન્ટર તથા તિજોરીઓ ખાલી હતી. આ પછી પોલીસને સૂચના આપવામાં આવી. સૂચના મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.

શોરૂમ સંચાલકે જણાવ્યું કે, દિવાળીના તહેવારને જોતા દુકાનમાં સામાન્ય દિવસોની તુલનામાં વધુ જ્વેલરીનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. ચોરો આ વધારાના સ્ટોક સહિત લગભગ 12 કરોડ રૂપિયાના સોના અને હીરાના આભૂષણો લઈ ગયા છે. ચોરીની મોટી રકમ જોતા પોલીસે મામલાની ગંભીરતાથી લઈને તપાસ તેજ કરી દીધી છે.

એસપી અભિનવ વિશ્વકર્માએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પ્રારંભિક તપાસના આધારે તેમણે જણાવ્યું કે, ચોરી 12 નવેમ્બરની સવારે લગભગ 4 થી 7 વાગ્યાની વચ્ચે થવાની આશંકા છે. ચોરોએ શોરૂમની પાછળના ભાગની દીવાલમાં સેंध લગાવી અને અંદર પહોંચીને સેફ તથા ડિસ્પ્લે કાઉન્ટરોમાં રાખેલા આભૂષણો પર હાથ સાફ કરી દીધો. પોલીસે શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લઈ લીધા છે. આ ઉપરાંત આસપાસના રસ્તાઓ અને મુખ્ય સ્થળો પર લાગેલા કેમેરાની રેકોર્ડિંગ પણ જોવામાં આવી રહી છે. પોલીસ આ ફૂટેજના માધ્યમથી ચોરોના શોરૂમ સુધી પહોંચવાના અને વારદાત પછી ફરાર થવાના રસ્તાનો પતો લગાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઘટના સ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોએ પણ પુરાવા એકત્ર કર્યા છે. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે અનેક ટીમોની રચના કરી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ, ફિંગરપ્રિન્ટ અને અન્ય પુરાવાઓના આધારે ચોરોની શોધખોળમાં લાગેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉમેદ સિંહ રાવત / ડૉ. મયંક ચતુર્વેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande