
કુમામોટો, નવી દિલ્હી,13 નવેમ્બર (હિ.સ.) ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને જાપાન માસ્ટર્સ ૨૦૨૬ના મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આઠમા ક્રમાંકિત લક્ષ્યે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના યુશી તનાકાને સીધી ગેમમાં ૨૧-૧૬, ૨૧-૧૫થી હરાવ્યો. આ મેચ ૪૦ મિનિટ ચાલી હતી.
લક્ષ્યે પહેલી ગેમમાં હાફટાઇમ સુધીમાં ૧૧-૮ની લીડ મેળવી હતી. જોકે તનાકાએ મેચને પડકારજનક બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીએ યોગ્ય સમયે પોતાની રમત ઝડપી બનાવી અને પહેલી ગેમ ૨૧-૧૬થી જીતી લીધી.
બીજી ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળી, જેમાં સ્કોર ૪-૪થી બરાબર હતો. ત્યારબાદ લક્ષ્યે લીડ મેળવી અને હાફટાઇમ સુધીમાં ૧૧-૯થી આગળ રહ્યો. ભારતીય ખેલાડીએ ત્યારબાદ પોતાની લીડ જાળવી રાખી, ગેમ અને મેચ ૨૧-૧૫થી જીતી લીધી.
લક્ષ્ય સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મમાં રહ્યો છે. તેણે પહેલા રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપેઈના ચી યુ જેનને 21-19, 21-18 થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી. ત્યારબાદ તેણે બીજા રાઉન્ડમાં માત્ર 35 મિનિટમાં ચીનના ડોંગ તિયાન યાઓને 21-8, 21-14 થી હરાવ્યા.
લક્ષ્ય હવે સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાન સામે ટકરાશે-
શુક્રવારે અગાઉ, ભારતના કિદામ્બી શ્રીકાંતનો પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર-ફાઇનલમાં જાપાનના કોકી વાતાનાબે સામે 22-24, 15-21 થી હાર થતાં તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ