કિંગ ખાનના જન્મદિવસ પર પ્રશંસકોનો જમાવડો, 'મન્નત'ની બહાર કડક સુરક્ષા
મુંબઈ, નવી દિલ્હી, 02 નવેમ્બર (હિ.સ.). બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના 61મા જન્મદિવસ પર, તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન ''મન્નત''ની બહાર પ્રશંસકોનો જમાવડો થવા લાગ્યો. સવારથી જ મોટી સંખ્યામાં પ્રશંસકો પોતાના મનપસંદ અભિનેતાની એક ઝલક મેળવવા માટે પહોંચવ
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 02 નવેમ્બર (હિ.સ.). બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના 61મા જન્મદિવસ પર, તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન 'મન્નત'ની બહાર પ્રશંસકોનો જમાવડો થવા લાગ્યો. સવારથી જ મોટી સંખ્યામાં પ્રશંસકો પોતાના મનપસંદ અભિનેતાની એક ઝલક મેળવવા માટે પહોંચવા લાગ્યા.

ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી. ઘરની બહાર પોલીસકર્મીઓની તૈનાતી વધારવાની સાથે બેરિકેડિંગ કરવામાં આવ્યું અને ત્યાંથી પસાર થતા વાહનોની તપાસ પણ કરવામાં આવી. પોલીસ અધિકારીઓ સતત ભીડને નિયંત્રિત કરવા અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં વ્યસ્ત રહ્યા.

શાહરૂખ ખાનનો જન્મદિવસ, દર વર્ષે તેમના પ્રશંસકો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ ખાસ અવસરે દેશના અલગ-અલગ ભાગોમાંથી પ્રશંસકો 'મન્નત'ની બહાર પહોંચે છે અને અભિનેતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે. શાહરૂખ પણ અવારનવાર ઘરની બાલ્કનીમાં કે બહાર આવીને પ્રશંસકોનું અભિવાદન કરે છે અને તેમના પ્રેમ બદલ આભાર વ્યક્ત કરે છે. આ વખતે પણ પ્રશંસકોની ભારે ભીડને જોતા પોલીસે પહેલેથી જ સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી હતી.

આ દરમિયાન શાહરૂખની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈને પણ ચર્ચા તેજ છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 24 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સે કર્યું છે. ફિલ્મના આંતરરાષ્ટ્રીય વિતરણ અંગે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વેંકી મૈસૂરે જણાવ્યું કે, ફર્સ ફિલ્મ વિદેશી વિતરણની જવાબદારી સંભાળશે. તેમણે આશા વ્યક્ત કરી કે, કંપનીની વૈશ્વિક પહોંચ અને બજારની સમજથી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande