સમેતશિખરજીની યાત્રા પૂર્ણ કરી પરત ફરતા સુરતના જૈન દંપતીનાં બસ અકસ્માતમાં મોત
સુરત, 23 નવેમ્બર (હિ.સ.) : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા જૈન તીર્થધામ સમેતશિખરજીથી પરત ફરી રહેલા સુરતના યાત્રાળુઓની બસને રાત્રે ગંભીર અકસ્માત નડ્યો હતો. લગભગ 10 વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં સુરતના કાપડ દલાલ બાબૂલાલ વંશરાજ જૈન અને તેમનાં પત્ની બદામ
Jain couple from Surat dies


સુરત, 23 નવેમ્બર (હિ.સ.) : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા જૈન તીર્થધામ સમેતશિખરજીથી પરત ફરી રહેલા સુરતના યાત્રાળુઓની બસને રાત્રે ગંભીર અકસ્માત નડ્યો હતો. લગભગ 10 વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં સુરતના કાપડ દલાલ બાબૂલાલ વંશરાજ જૈન અને તેમનાં પત્ની બદામી દેવીનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં 12થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દંપતીનો 25 વર્ષીય પુત્ર ભાવેશ બીજી બસમાં મુસાફરી કરી રહ્યો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાને લઈને પરિવારજનો અને જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. દુર્ઘટનાની કરુણતા એ છે કે અકસ્માતના આશરે અડધા કલાક પહેલાં જ બદામી દેવીએ રાત્રે 9:30 વાગ્યે ભગવાનની પૂજા કરતા ફોટા અને વીડિયો વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂક્યા હતા. ત્યારબાદ રાત્રે 10:15 વાગ્યાની આસપાસ પાડોશીઓને બસ અકસ્માતના સમાચાર મળ્યા હતા. યાત્રાળુઓ સમેતશિખરજીની યાત્રા પૂર્ણ કરીને ટાટાનગરથી ટ્રેન પકડવા જઈ રહ્યા હતા ત્યારે બસ ઝાડ સાથે અથડાઈ હતી.

મળતી માહિતી મુજબ, બાબૂલાલ જૈન તેમનાં પત્ની અને પુત્ર સહિત પરિવારના ત્રણ સભ્યો 10 નવેમ્બરે સુરતથી જૈન સંઘ સાથે યાત્રાએ નીકળ્યા હતા. બાબૂલાલ જૈન કાપડ દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને પુત્ર ભાવેશ પણ તેમની સાથે કામ કરતો હતો. જૈન ધર્મની પરંપરા અનુસાર તીર્થભૂમિ પર મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમવિધિ ત્યાં જ કરવામાં આવતી હોવાથી દંપતીની અંતિમવિધિ સમેતશિખરજી ખાતે જ કરવામાં આવશે. આ દુર્ઘટનાથી સુરતના જૈન સમાજ અને પરિચિતોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande