ગિરનાર લીલી પરિક્રમામાં આરોગ્ય વિભાગની સઘન સેવાઓ : અત્યાર સુધીમાં 10915 ભાવિકોને સારવાર અપાઈ
જુનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો ભાવિકોની આરોગ્ય સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પરિક્રમા દરમિયાન વિવિધ સ્થળોએ ઊભી કરવામાં હંગામી દવાખાના અને રાવટીઓ ખાતે મેડિકલ ટ
૧૦,૯૧૫ ભાવિકોને સારવાર અપાઈ


જુનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો ભાવિકોની આરોગ્ય સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પરિક્રમા દરમિયાન વિવિધ સ્થળોએ ઊભી કરવામાં હંગામી દવાખાના અને રાવટીઓ ખાતે મેડિકલ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૧૫ ભાવિકોને જુદી જુદી શારીરિક તકલીફો માટે તબીબી સારવાર આપવામાં આવી છે.

પરિક્રમા દરમિયાન સારવાર લેનારા ભાવિકોમાં સૌથી વધુ ૬,૯૯૭ લોકોને શરીરના દુખાવાની તકલીફમાં સારવાર આપવામાં આવી છે. જ્યારે ૧,૯૬૭ ભાવિકોને શરદી, ૭૨૧ને તાવ, ૧૨૨ને ઝાડાની તકલીફ, ૧૦૭ને ઊલટી, ૫૬ને ઝાડા-ઊલટી અને ૩૩ ભાવિકોને વીંછીના ડંખના સહિતના કિસ્સામાં તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની વિવિધ શારીરિક તકલીફોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના પરિણામે મોટી સંખ્યામાં ભાવિકોને પરિક્રમા દરમિયાન આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande