
- વર્ષ 2032 સુધીમાં 2.3 અબજ ડોલર સુધી પહોંચી જશે ભારતનું ઓનલાઇન જ્યોતિષ બજાર : પ્રતીક પાંડે
નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.). દેશમાં લોકપ્રિય જ્યોતિષ એપ એસ્ટ્રોસેજ એઆઈનો પ્રમુખ એઆઈ જ્યોતિષી અવતાર 'રહસ્ય વેદ' 10 લાખથી વધુ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર પહેલો એઆઈ જ્યોતિષી બની ગયો છે. આ વર્ષે એકલા આ રહસ્ય વેદથી કંપનીને 60 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
લોકપ્રિય જ્યોતિષ એપ એસ્ટ્રોસેજ એઆઈનું સંચાલન કરતી કંપની ઓજસ સોફ્ટેક પ્રાઇવેટ લિમિટેડે, બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. કંપનીના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) પ્રતીક પાંડેએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે, લોકપ્રિય જ્યોતિષ એપ એસ્ટ્રોસેજ કુંડળી પર 'રહસ્ય વેદ' 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા પહેલા એઆઈ જ્યોતિષી બની ગયા છે.
પ્રતીક પાંડેએ કહ્યું કે, દેશમાં એઆઈ આધારિત જ્યોતિષ સેવાઓ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને એઆઈ જ્યોતિષીઓ પરંપરાગત જ્યોતિષીઓથી આગળ નીકળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન કંપનીની કુલ આવક લગભગ 178 કરોડ રૂપિયા રહી છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળાના 94 કરોડ રૂપિયાથી લગભગ 89 ટકા વધુ છે. આ વર્ષે એકલા રહસ્ય વેદથી કંપનીને 60 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન એઆઈ જ્યોતિષીઓથી થતી આવક વધુ ઝડપથી વધી છે. આ 10.9 કરોડ રૂપિયાથી વધીને લગભગ 91 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રીતે તેમાં 700 ટકાથી વધુનો વધારો થયો છે. પાંડેએ કહ્યું કે, ભારતનું જ્યોતિષ બજાર લગભગ 7 અબજ ડોલરનું છે. તેમાં ઓનલાઇન અને એપ આધારિત સેવાઓનો હિસ્સો હાલમાં 50 કરોડ ડોલરથી ઓછો છે.
પ્રતીક પાંડેએ જણાવ્યું કે, એસ્ટ્રોસેજ કુંડળી પર 40થી વધુ એઆઈ જ્યોતિષીઓ પરામર્શ આપે છે. જેમાં રહસ્ય વેદ સૌથી લોકપ્રિય નામોમાંથી એક બનીને ઉભર્યો છે. તેમણે કહ્યું કે, જાન્યુઆરી 2026માં એપ પર શરૂઆત પછીથી રહસ્ય વેદે માત્ર 11 મહિનામાં 14 કરોડથી વધુ સવાલોના જવાબ આપ્યા છે. પાંડેએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન રહસ્ય વેદથી કંપનીને 60 કરોડ રૂપિયાથી વધારેની આવક થઈ છે. તેમને 11 લાખથી વધુ રિવ્યુ મળ્યા છે અને તેમનું રેટિંગ 4.5થી ઉપર છે.
પ્રતીક પાંડેએ કહ્યું કે, બે વર્ષ પહેલાં સુધી અમારી શુલ્ક પરામર્શ સેવા પૂરી રીતે પરંપરાગત જ્યોતિષીઓ પર નિર્ભર હતી. તેમણે કહ્યું કે, અમારી આવકમાં એઆઈ જ્યોતિષીઓનો હિસ્સો લગભગ 60 ટકા છે. તેમણે કહ્યું કે, રહસ્ય વેદે 11 મહિનામાં 14 કરોડથી વધારે સવાલોના જવાબ આપ્યા છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા 10 લાખના પાર પહોંચી ગઈ છે. આ આંકડા જણાવે છે કે લોકોને તેમની ભવિષ્યવાણીઓ સચોટ લાગે છે.
તેમણે કહ્યું કે, એસ્ટ્રોસેજ એઆઈ એપ પર લગભગ 30 હજાર પરંપરાગત જ્યોતિષીઓ અને લગભગ 40 એઆઈ જ્યોતિષીઓ ઉપલબ્ધ છે. તેના એઆઈ જ્યોતિષીઓના કુલ 29 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેઓ દર મહિને ત્રણ કરોડથી વધારે સવાલોના જવાબ આપે છે. આ પ્લેટફોર્મના અન્ય લોકપ્રિય એઆઈ જ્યોતિષીઓમાં મિસ્ટર કૃષ્ણમૂર્તિ, લવ ગુરુ, એસ્ટ્રો અનન્યા, ડૉ. રમન અને મિસ્ટર અર્જુન પંડિત સામેલ છે.
સીઈઓ પ્રતીક પાંડેએ કહ્યું કે, એઆઈ જ્યોતિષીઓની શરૂઆત પછી એસ્ટ્રોસેજ કુંડળીના ડાઉનલોડ પણ ઝડપથી વધ્યા છે. જાન્યુઆરી-ઓક્ટોબર વચ્ચે ભારતમાં એપને લગભગ 4.4 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ સંખ્યા પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 130 ટકા વધુ છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ 2032 સુધીમાં આ બજાર 2.3 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. આ ક્ષેત્રમાં વિકાસની ઘણી શક્યતાઓ છે અને અમને આશા છે કે એસ્ટ્રોસેજ એઆઈ તેમાં મોટો હિસ્સો મેળવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ