નેપાલના કૃષિ મંત્રી ગીતા ચૌધરી, સ્કૂટર પર પહોંચીને મીટ કોલ્ડ સ્ટોરેજનો કર્યો ઓચિંતો પ્રવાસ
કાઠમાંડૂ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) નેપાલના કૃષિ, વન તથા પર્યાવરણ મંત્રી ગીતા ચૌધરીએ, માંસ ઉત્પાદનોની સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા ધોરણોની સ્થિતિ જાણવા માટે કાઠમાંડૂના બાલાજૂ અને સીતાપૈલા સ્થિત મીટ કોલ્ડ સ્ટોરેજની ઓચિંતી મુલાકાત લીધી હ
નેપાળ


કાઠમાંડૂ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) નેપાલના કૃષિ, વન તથા પર્યાવરણ મંત્રી ગીતા ચૌધરીએ, માંસ ઉત્પાદનોની સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા ધોરણોની સ્થિતિ જાણવા માટે કાઠમાંડૂના બાલાજૂ અને સીતાપૈલા સ્થિત મીટ કોલ્ડ સ્ટોરેજની ઓચિંતી મુલાકાત લીધી હતી. ખાસ વાત એ રહી કે મંત્રી ચૌધરી ખુદ સ્કૂટર ચલાવીને મુલાકાતે પહોંચ્યા હતા. તેમના સ્કૂટર પર પાછળ ખાનગી સુરક્ષા અધિકારી બેઠા હતા.

મંત્રી ચૌધરી લલિતપુર સ્થિત જાવલાખેલ ક્વાર્ટરથી સ્કૂટર ચલાવીને નીકળ્યા હતા અને સૌથી પહેલા બાલાજૂ સ્થિત વૈલી કોલ્ડ સ્ટોર પહોંચ્યા હતા. આ પછી તેમણે સીતાપૈલા સ્થિત બુઢાથોકી કોલ્ડ સ્ટોરની પણ મુલાકાત લીધી હતી. તેમના સચિવાલયના સભ્ય સરિતા ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. મંત્રીના સચિવાલય અનુસાર આ મુલાકાત 17 નવેમ્બરથી લાગુ કરવામાં આવેલા 'પશુ કતલખાના તથા માંસ તપાસ અધિનિયમ, 2026' ના અમલીકરણની સ્થિતિનો તાગ મેળવવા માટે કરવામાં આવી હતી.

કાઠમાંડૂ ખીણના ત્રણેય જિલ્લાઓમાં લાગુ થયો કાયદો

સરકારે ગ્રાહકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત માંસ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી કાઠમાંડૂ ખીણના ત્રણેય જિલ્લાઓ - કાઠમાંડૂ, લલિતપુર અને ભક્તપુરના તમામ સ્થાનિક એકમોમાં આ કાયદો ઔપચારિક રીતે લાગુ કર્યો છે. ઓચિંતી મુલાકાત દરમિયાન મંત્રીએ કોલ્ડ સ્ટોરેજમાં માંસના સંગ્રહની વ્યવસ્થા, સાફ-સફાઈ, સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા નિર્ધારિત ધોરણોના પાલનની તપાસ કરી હતી. તેમણે ગ્રાહકોના સ્વચ્છ, તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત માંસનું સેવન કરવાના અધિકારને સુનિશ્ચિત કરવા માટે કાયદાના અસરકારક અમલીકરણ અને નિર્ધારિત ધોરણોનું પાલન અનિવાર્ય ગણાવ્યું હતું.

સરકારનું કહના છે કે, આ કાયદાના અસરકારક અમલીકરણથી માંસની ખરીદી, સંગ્રહ અને વેચાણની વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande